આધેડ વયના પ્રમુખ અને 62વર્ષ ના મંત્રી એ લુટારા ને દબોચી રાખી બુમાબુમ કરતા આસપાસ કામ કરી રહેલા યુવાનો દોડી આવતા લૂટ કરવા બોડેલી થી પીછો કરી આવી અવાવરૂ જગ્યા ઉપર પ્રમુખ ની આંખ માં મરચા પાવડર નાખનાર લુટારા ને ઝડપી પાડી બોડેલી પોલીસ મથકે સોંપવા માં આવ્યો બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી
જાણવા મળ્યા મુજબ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના મોટી બામરોલી ગામના દૂધની ડેરી ચલાવતા પ્રમુખ તથા મંત્રી બોડેલી સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંકમાથી બે લાખ એક હજાર ચારસો ઉપાડી અને પોતાના ગામ બામરોલી તરફ જઈ રહ્યા હતા ત્યારે બામરોલી ગામના ગરનાળા પાસે એક યુવાને મોટર સાયકલ ચલાવી રહેલા પ્રમૂખ ની આંખમાં મરચું નાખી બોડેલી બેંક માંથી લાવેલા દુધ ના પગાર ની આ રકમ લૂંટી લેવાનો પ્રયાસ કરતા પૈસા લઈને આવતા પ્રમુખ મંત્રીએ તેઓની સામે બાથ ભીડી હતી અને ઝપાઝપી અને બુમાબુમ કરતા નજીકમાં કામ કરી રહેલા મજૂરો દોડી આવ્યા હતા અને લૂંટ નો પ્રયાસ કરનાર આરોપીને પકડી પાડી ગામના સરપંચ બારીયા અલ્પેશ ભાઈ વલ્લભ ભાઈ ને બોલાવી પોલીસ સ્ટેશનને લઈ ગયા હતા અને ત્યાં જઈ સમગ્ર મામલો પોલીસ મથકે જણાવ્યો હતો
બામરોલી દૂધ ઉત્પાદક મંડળી ના પ્રમુખ રમેશ ભાઈ હિંમત ભાઇ બારીયા ઉ.વ 49 તેમજ મંત્રી મગનભાઈ કાળુભાઈ બારીયા ઉ.વ 62 નાઓ દૂધ ભરતા પશુપાલકોને પગાર કરવાનો હોઈ બપોર ના અઢી ત્રણ વાગ્યા ના સુમારે બોડેલી બેન્કમાંથી પૈસા લઈ અને બામરોલી આવી રહ્યા હતા તે સમયે પાછળ થી આવેલા એક યુવકે આ રસ્તો ક્યાં જશે તેમ પૂછી અને તેઓને ઉભા રાખ્યા હતા અને આંખમાં મરચું નાખી પૈસા ભરેલી થેલી લુટી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે પ્રમુખ મંત્રી બંને તેની સામે ઝઝુમી અને આ થેલી આપી ન હતી અને બૂમોબુમ થતા નજીકમાં કામ કરતા મજૂરો ત્યાં દોડી આવ્યા હતા અને આરોપીને ઝડપી પાડી પોલીસ મથકે લઈ જવાયો હતો જયા આરોપીનું નામ સંદીપ લક્ષ્મણ ભાઈ બારીયા અને પોતે છાન તલાવડા પટેલ ફળિયા માં રહેતો હોવાનું જણાવ્યું હતુ જેના પગલે બોડેલી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


