બોડેલીના રણભુન પાટિયા પાસે આવેલો કોઝવે વાહનચાલકો અને ચાલતા જતા લોકો પણ જીવના જોખમે રસ્તો પસાર કરી રહ્યા છે સતત બે દિવસથી રાત્રિના સમયે પડી રહેલા વરસાદને લઈને અને ઉપરવાસમાં પણ પડી રહેલા વરસાદને લઈને બોડેલી મેરીયા નદી પર પાણી આવ્યું છે અને બોડેલી થી પાટિયા ને જોડતો કોઝવે પાડીને લઈને બંધ થઈ ગયો છે ત્યારે અમુક વાહનો કોઝવે પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે અને અમુક લોકો ચાલતા પણ આ કોઝવે માંથી પસાર થઈ રહ્યા છે સતત બે દિવસથી બોડેલી પથકમાં વરસાદી માહોલ જામ્યો છે બોડેલી તાલુકાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ કપાસ ડાંગર સહિત અનેક પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ચોમાસાની વિદાય નો સમય જોવા મળી રહ્યો છે ત્યારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


