Gujarat

બોડેલી અલીપુરા ગજાનંદ પાર્ક ના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર              

સમગ્ર બોડેલી નગર માં ગજાનંદ પાર્ક ના ગણેશજી આકર્ષણ નું કેન્દ્ર બને છે અહી દસ દિવસ સુધી રોજ હજારો નગર જનો તેમજ ગ્રામીણ જનતા પણ દર્શનાર્થે ઉમટી પડે છે
      બોડેલી ના  અલીપુરા વિસ્તારમાં હાલોલ રોડ ઉપર આવેલ ગજાનંદ પાર્ક ખાતે ગણેશ ચતુર્થી ના દિવસે દુંદાળાદેવ ની ગજાનંદ નવ યુવક મંડળ દ્વારા ડીજે ના તાલે વાજતે ગાજતે સાસ્ત્રોક વિધિ કરી પૂજા અર્ચના કરી સ્થાપના કરવામાં આવી હતી અને અહિ રોજ અવનવા પ્રોગ્રામ કરી બાળકો તેમજ વડીલો ભક્તો ને અનુરૂપ ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તન તેમજ સંગીત પાર્ટી ડાન્સ સ્પર્ધા જેવા અનેક કાર્યક્રમો પરંપરાગત વર્ષો થી કરવમાં આવે છે તે મુજબ હાલ પણ તેણે અનુસરવા માં આવે છે
      જયારે પોલીસ મથકે ઉજવાતા ગણેશ ઉત્સવ માં સાર્વજનીક ગણેશોત્સવ ના સભ્યો દ્વારા ગણેશ ઉત્સવ ઉજવવા માં આવતો હતો પરંતું પોલીસ મથકનવુ બનતા અને રાત્રે ગણેશ ઉત્સવ માં દર્શનાર્થીઓ નો ધસારો વધતા હલોલ રોડ ઉપર ગજાનંદ પાર્ક ખાતે 12વર્ષ થી ઉજવણી કરવામાં આવી રહી છે બોડેલી અલીપુરા ગજાનંદ પાર્ક ના ગણેશજી આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220904-WA0012.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *