Gujarat

બોડેલી એમ. ડી.આઇ. પ્રાથમિક શાળાનો છોટાઉદેપુર જિલ્લા બાળ પ્રતિભા શોધમાં ઉત્કૃષ્ટ દેખાવ…    

 છોટાઉદેપુર જિલ્લા ની એસએફ હાઇસ્કુલ માં જિલ્લા કક્ષાનું તા.૦૧/૧૦/૨૦૨૨ શનિવારના રોજ બાળ પ્રતિભા શોધ ની વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાની પ્રાથમિક કક્ષાના ધોરણ ૦૫ થી ૦૮ ના ૦૯ થી ૧૪ વર્ષના વિદ્યાર્થીઓએ અનેરા ઉત્સાહ સાથે સહભાગી થઈ .જેમાં એમ.ડી.આઈ પ્રાથમિક શાળા ધો.૦૫ નો વિદ્યાર્થી ખત્રી મુ.ઓવેશ વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ,ધો.૦૮ ખત્રી આમેના એક પાત્રીય અભિનય માં પ્રથમ,ધો.૦૫ ખત્રી આલિયા નિબંધમાં દ્વિતીય, ધો.૦૬ રાઠવા નીલમબેન લગ્ન ગીત માં પ્રથમ, ખત્રી ફાતેમા ગ્રુપ સમૂહ ગીત પ્રથમ, બેલીમ ઝુવેરિયા ભજનમાં દ્વિતીય ક્રમાંક મેળવી. જિલ્લા કક્ષાએ શાળા તથા સમાજનું નામ રોશન કરી પોતાની સુષુપ્ત શક્તિઓ દ્વારા એક આગવી ઓળખ ઉભી કરી. તે બદલ શાળા તથા શાળાના સંચાલક મંડળ દ્વારા અભિનંદન પાઠવી અને તેઓ ઉત્તરો ઉત્તર પ્રગતિ કરે તે બદલ શુભેચ્છાઓ પાઠવી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221008-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *