આજરોજ બોડેલી તાલુકા ના અલીખેરવા મુકામે પ્રાથમિક શાળામા ગ્રામસભા રાખવામા આવેલ જેમાં ઉપસ્થિત સરપંચ , ડેપ્યુટી સરપંચ, વોર્ડ ના સભ્યો,તલાટી સાહેબ,આરોગ્ય શાખા નો સ્ટાફ,ICDS શાખા ના સ્ટાફ,સરકાર માન્ય અનાજ વિતરણ ના સ્ટાફ તેમજ અલીખેરવા મા રહેતા ભાઈઓ બહેનો તેમજ વડીલો એ હાજરી આપેલ
તલાટી_સાહેબ દ્રારા સરકારશ્રી વતી મળતા લાભો વિસે તેમજ બધી સરકારી યોજના વિસે માર્ગદર્શન આપવા માં આવ્યું અને પ્રજા ના પડતા પ્રશ્નો ની નોંધ લીધેલ તદઉપરાંત ગામ માં સ્વચ્છતા રાખવા માટે પાણી નો બગાડ ન કરવા માટે અને પર્યાવરણ ની જાળવણી માટે આગામી ચોમાસા દરમ્યાન લોકો ને વૃક્ષો વાવવાની ની અપીલ કરવામાં આવી.
આપણાં ગામ ને સ્વચ્છ તેમજ આદર્શ_અલીપુરા બનાવીએ તેમ આલીખેરવા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને સભ્યો દ્વારા જણાવવામાં આવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


