Gujarat

બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ ફાટતાં અનેક ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા

બોડેલી તાલુકાનાં કુંદનપુર ગામનુ તળાવ  વરસાદમાં પાણી ભરાઈ જવાથી ફાટી ગયું હોય.  આસપાસના ખેતરો જળબંબાકાર થતાં ખેડૂતોનો પાક બગડવાની શક્યતા છે.
   બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ થતાં નદી, નાળા, કોતરો અને તળાવો છલકાઈ ગયા હતા.જિલ્લાનુ સૌથી મોટું સિંચાઈ કુંદનપુર તળાવ પણ પાણીથી ભરાઈ જતાં ખેડૂતો હરખાઈ ગયા હતા. પણ છલકાયાના બીજા જ દિવસે તળાવ લીકેજ થયું હતું. ત્યારે ગ્રામજનોએ કોથળીઓ નાખી રિપેર કર્યું અને સિંચાઈ તળાવ દ્વારા પણ સમારકામ કરાયુ હતું. પણ દિવસમાં જ ફરી તળાવમાં ગાબડું પડ્યું અને પાણી ખેતરો માં વહેવા માંડ્યું હતું.
  કુંદન પુર તળાવ આસપાસ ના ખેડૂતો માટે આશીર્વાદરૂપ છે. ત્યારે અત્યારે તળાવના પાણી ભરાઈ જવાને લીધે ખેતરોમાં પાક અને બિયારણ બગડે તેવી સ્થતિ ઊભી થઈ છે અને જો ચોમાસા માં સમયસર તળાવ નુ યોગ્ય સમારકામ નહિ થાય તો તળાવ માં પાણી પૂરતું ન હોવાને લીધે ઉનાળામાં પાણી ની સમસ્યા ખેતી માટે ઊભી થશે.
બોડેલી તાલુકાના કુંદનપુર ગામનું તળાવ ફાટતાં અનેક ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા સેવાય રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220718-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *