Gujarat

બોડેલી તાલુકાના ચલામલી પંથકના ધરતીપુત્રોને ટામેટાના પોષણક્ષમ ભાવો ન મળતાં ચિંતામાં ગરકાવ થઈ ગયા

બોડેલી તાલુકાના ચલામલી પંથકના ધરતીપુત્રોને ટામેટાના પોષણક્ષમ ભાવો ન મળતાં ચિંતામાં ગરકાવ થઈ ગયા છે એક તરફ મોંઘવારી એ માઝા મુકી છે આમ આદમી જીવન નિર્વાહ માટે તનતોડ મહેનત કરી રહ્યો છે શિક્ષણ આરોગ્ય પણ મોંઘુ બન્યું છે ત્યારે છોટાઉદેપુર જિલ્લાના ટીંબી,ગડોથ,સુસ્કાલ,કુકણા,ચાપરગોટા,મુલધર,ફેરકુવા,અથવાલી,બડાલીયા,રંગપુર,મુંડામોર,રંગપુર,લાલપુર,ખેરકા સહિત વિવિધ ગામોમાં ધરતીપુત્રોએ ટામેટાની ખેતી ખુબ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે પરંતુ હાલમાં ખેતરમાં તૈયાર થયેલા મબલખ પાકને તોડવામાંથી માંડીને અન્ય સ્થળો પર વેચવા લઈ જવા માટે  ૭૦ થી ૧૦૦ રૂપિયાનો ખચૅ આવે છે અને બજારમાં વેચવા જતા રૂ.૧૫૦ નો મણનો ભાવ મળતા ખેડુતોને નુકસાન વેઠવું પડે છે ત્યારે હાલમાં આ વિસ્તારના ધરતીપુત્રો ટામેટાના ભાવ મળે તે અર્થે વડોદરા,સુરત, અમદાવાદ, રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં ટેમ્પા, ટ્રકોમાં કેરેટ,પુઠાના ખોખા દ્વારા ટામેટા વેચવા લઈ જઈ રહ્યા છે પરંતુ બાવાના બેઉ બગડ્યા હોય એમ પુરતા પ્રમાણમાં ભાવો ન મળતાં નુકસાન થઈ રહ્યું હોવાનું ટીંબીના ખેડૂત અગ્રણી પોપટભાઈ રાઠવા, મુકેશભાઈ રાઠવા સહિતના ખેડૂતો જણાવી રહ્યા છે ટામેટાના ભાવ અપુરતા મળતા હોવાથી ખેતરમાં નાખેલા ખાતર,દવા,બિયારણના ખચૉઓ માથે દેવા રૂપ બનીને હાલમાં દેવાના બોજ હેઠળ દિવસો વિતાવવા પડે છે ત્યારે બોડેલી,પાવીજેતપુર માર્કેટ યાર્ડ સમિતિ રાજકીય આગેવાનો, સહકારી ક્ષેત્રે આગેવાનો ધરતીપુત્રોની વ્હારે આવેતો હીતની વાત લેખાશે? ગમે તેમ હાલમાં જબુગામ,ચલામલી પંથકમાં ટામેટાના ભાવ ન મળતાં ઘોર હતાશાની ગર્તામાં જોવા મળે છે ટામેટાની લ્હાણી કરીને પશુઓને નાખી દે એવી સ્થિતિનું નિર્માણ થયેલ છે.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221214-WA0003.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *