સામાજિક ન્યાય પખવાડિયા તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની વિવિધ જનકલ્યાણકારી યોજનાના ભાગરૂપે બોડેલી તાલુકાના ચિખોદ્રા ગામે ૯ લાખની પાણી પુરવઠા યોજનાની ૩૦૦૦૦ કેપેસીટી ધરાવતી ટાંકીનું ખાતમુહૂર્ત છોટાઉદેપુર લોકસભા સાંસદશ્રીમતી ગીતાબેન રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં ચિખોદ્રા સરપંચ ઉષાબેન પટેલ,કોસીંદ્રા તાલુકા પંચાયત સદસ્ય અલ્કાબેન પરમાર,તલાટી,સભ્ય પિનાકીનીબેન,તાલુકા એસ.સી.મોરચા મહામંત્રી વરુણભાઇ,જિલ્લા કિસાન મોરચા કોષાધ્યક્ષ ઉત્પલ પટેલ,જિલ્લા મીડિયા સેલ કન્વીનર પરિમલ પટેલ સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાંસદ ગીતાબેન રાઠવાએ જણાવ્યું હતું કે બોડેલી તાલુકાના ચિખોદ્રા ગ્રામ પંચાયતની કેટલા સમયથી પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હતી.જેની સરપંચ ઘ્વારા રજૂઆત આવતા તાત્કાલિક વાસ્મો પાણી પુરવઠા યોજના હેઠળ મંજૂરી મળતા તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.કેન્દ્રની મોદી સરકાર ઘ્વારા અનેક જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી છે.જેનો લાભ અનેક પ્રજાજનોને થઇ રહ્યો છે. સરકાર ઘ્વારા અનેક વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે.ઘરે ઘરે નલ સે જલ યોજના ઘ્વારા સહુને પાણી મળશે તેવી અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પ્રજાજનો મેળવી રહ્યા છે બોડેલી તાલુકાના ચિખોદરા માં સાંસદ દ્વારા પાણીની ટાંકીનું ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા


