હવે લાગે છે કે આવતા વર્ષે જો થોડો ઘણો પણ વધારે વરસાદ થશે તો ….. કલ્પના પણ ન કરી શકાય એવું થશે ,અને એક જબુગામ નું હેરિટેજ સાઇટ કહી શકાય એવી ધરોહર હંમેશ ને માટે ખોવાઈ જશે.
કારણ કે તેની બે બાજુ તો સાવ ધોવાઈ ગઈ છે અને વટવૃક્ષ ના મૂળ વધારે ઊંડા હોતા નથી. હવે જ્યારે એ બે બાજુ થી કમજોર પડી જ ગયો છે તો??? કેટલા દિવસ ટકી શકશે ? આ સવાલ નો કોઈજ ઉત્તર નથી હજુ પણ વનવિભાગ, કે અન્ય કોઈપણ કચેરી દ્વારા આ વટવૃક્ષ ને બચાવવા કઈ પણ પ્રયાસો હાથ ધરાયા નથી વહેલી તકે આ વટવૃક્ષ ને વન વિભાગ તરફથી જાળવણી કરવામાં આવે તેમ લોક માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


