બોડેલી તાલુકાના ટીંબી મુલધર પ્રાથમિક શાળામાં 8 જેટલા સીસીટીવી કેમેરા અજાણ્યા ઈસમો એ તોડી નાખતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે
બોડેલી તાલુકાના ટીંબી પ્રાથમિક શાળામાં લગાવાયેલા આઠ જેટલા સીસી ટીવી કેમેરા ને કોઈક ઈસમે અટકચાળું કરીને તોડી નાખતા મુખ્ય શિક્ષકે પોલીસને લેખિત જાણ કરી છે.
તા. 1લી જુલાઈએ જાહેર રજા હતી, પણ બપોરે એક થી દોઢ કલાકમાં શાળામાં મુખ્ય શિક્ષક મુકેશ રાઠવા કામ માટે ગયા ત્યારે બધા કેમેરા સલામત હતા. પણ તા. 2 ના રોજ શાળા માં આવ્યા ત્યારે તમામ આઠ કેમેરા તૂટેલી હાલત માં હતા. આવું કોને અને શામાટે કર્યું તે ચર્ચા નો વિષય છે. મુખ્ય શિક્ષક મુકેશ રાઠવાએ આ અંગે બોડેલી પોલીસ મથકે જઈને લેખિત જાણ કરી તપાસ ની માંગ કરી છે. શાળામાં ચોરી વિગેરે પ્રવૃત્તિઓ પર નજર રાખવા જેની વ્યવસ્થા કરાઈ હતી તે સી સી ટીવી કેમેરા જ ચોરાઈ જતાં ગામમાં પણ ચર્ચા ચાલી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


