Gujarat

બોડેલી તાલુકાના વડાતળાવ ગામનું તળાવ ખાલીખમ 15 હેક્ટરમાં ફેલાયે લું તળાવ ખાલીખમ થતા આજુબાજુના વિસ્તારના લોકોને પડતી પાણીની મુશ્કેલી

બોડેલી તાલુકા માં આવેલ  વડા તળાવ ગામ નું નામ એક તળાવ ના નામ થી ઓળખાય છે એટલે  વડા તળાવ . વડા તળાવ બોડેલી થી   ક્વાંટ જવાના રસ્તા ઉપર આવેલ છે વડા તળાવ ગામ  નું પ્રાચીન  નામ રાજપરા હતું .જે રેવન્યુ રેકર્ડમાં પણ રાજપરા ગામ તરેકી ઉલ્લેખ જોવા મળે છે વડા તળાવ માં આવેલ તળાવ ખૂબ પ્રાચીન હોય તેવો તેનો ઈતિહાસ છે .હાલ માં આ તળાવ ઉપર ખૂબ પ્રાચીન ઓવારો તથા તેના પગથિયાં જોવાતા તે વખતમાં લોકો માટે આ તળાવ ખૂબ આશીર્વાદ સમાન હતું.ભુગોલિક રીતે આ તળાવ કવાંટ  ચલામલી મોડસર તથા વાંટા ગામ તરફ જતા ચાર રસ્તા ને જોડતા માર્ગ ઉપર આવેલ છે .ભૂતકાળ માં આ તળાવ ના પાણી નો ઉપયોગ ખેતી થતાં પીવાના પાણી તરીકે ઉપયોગ થતો હતો આ તળાવ અંદાજિત ૧૫ હેકટર જેટલા વિસ્તાર માં ફેલાયેલ છે તથા તેની ઊંડાઈ ૨૦ ફૂટ  તળાવ ની પાળ ઉપર થી માપતા થાય છે થતાં આ તળાવ ચારે તરફ થી પાળ થી બંધાયેલ છે જેથી પાણી નો સંગ્રહ થાય શકે.આ તળાવ માં આજુ બાજુ ના ખેતર માંથી ચોમાસા ની ઋતુ માં વરસાદ ના પાણી થી આ તળાવ માં પાણી ની આવક થાય છે
બોડેલી તાલુકાના વડ તળાવ ગામનું તળાવ ખાલીખમ 15 હેક્ટરમાં ફેલાયે લું તળાવ ખાલીખમ થતા આજુબાજુના વિસ્તારના લોકોને પડતી પાણીની મુશ્કેલી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220423-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *