Gujarat

બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવ્યા પછી  ત્રણ ધારાસભ્યો નુ કાર્યક્ષેત્ર બને તેવી વિધાન સભા ના રચના કરાઈ હતી. ત્યારે પ્રથમ વખત બોડેલી તાલુકા ને ત્રણેય ભાજપ ના ધારાસભ્યો મળ્યા છે.   

બોડેલી તાલુકા ના 152 જેટલા ગામો ત્રણ વિધાન સભા માં વહેચાયેલા છે. જ્યારે નવો બોડેલી તાલુકો અસ્તિત્વ માં આવ્યો ત્યારે સંખ્યા નુ સમતુલન કરવા માટે ત્રણેય વિધાન સભા માંથી ગામો લીધા હતા.
    બોડેલીથી કોસીન્દ્રા સુધી સંખેડા ના ધારાસભ્ય અભેસિંહ તડવી , ઊંચાપાન , બુમડી, તરફ છોટાઉદેપુર ના ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ રાઠવા અને ચલામલી, જબુગામ તરફ પાવી જેતપુર ના ધારાસભ્ય જયંતિ રાઠવા નો મત વિસ્તાર આવેલો છે. અત્યાર સુધી ભાજપનો એક હોય અને કોંગ્રેસ ના બે ધારાસભ્યો હોય તેવું બનતું હતું, સંકલનમાં મત મતાંતર રહેતો  પણ આ વખતે છોટાઉદેપુર જિલ્લાની ત્રણેય વિધાન સભા બેઠકો ભાજપે જીતી લીધી છે, ત્યારે બોડેલી તાલુકાને પણ ત્રણ ધારાસભ્યો ભાજપ ના મળ્યા છે અને તેથી હવે વિકાસ કાર્ય માં પણ તેજી આવશે તેવી પ્રજા આશા રાખી રહ્યું છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221208-WA0117.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *