બોડેલી નજીકથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાં ગઈકાલે સાંજના સમયે એક યુવાન કેનાલમાં હાથ પગ ધોવા ઉતર્યો હતો તે દરમિયાન યુવાન નો પગ લપસી જતા તેઓ કેનાલના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યો હતો અને તેને બચાવ અંગે બુમાબુમ કરી મૂકી હતી ત્યારે બોડેલી નજીક આવેલ જૂની બોડેલી ખાતે રહેતા રાઠવા કંબુભાઈ ત્યાંથી બાઈક લઈ પસાર થઈ રહ્યા હતા અને તેઓએ જગદીશને જોતા બાઈક સાઈડમાં મૂકી પોતાના જીવની પરવાહ કર્યા વિના કેનાલમાં કૂદી પડ્યા હતા અને જગદીશને કેનાલમાંથી હેમખેમ બચાવી બહાર કાઢ્યો હતો આ ઉપરાંત બનાવને લઈ વાહનચાલકો સહિત લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્યા હતા અને એમ્બ્યુલન્સ મારફતે જગદીશભાઈને બોડેલીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે બનાવને લઈ બોડેલી પોલીસ મથકના કર્મીઓ સરકારી દવાખાને પોહચી બનાવ અંગે તપાસ હાથ ધરી હતી આમ ઉપરોક્ત બનાવમાં બાઈક ચાલકે જિંદગી અને મોત જોલા ખાઈ રહેલા યુવાન ન બચાવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


