બોડેલી નજીક કાંકરોલીયા પાસે જિલ્લા ના છેવાડે આવેલા કકરોલીયા ગામની શાળા ના મેદાન માં 31 મી એ વડા પ્રધાન ની જાહેર સભા નક્કી થતાં જ અધિકારીઓ રાતોરાત રસ્તા ની કામગીરી કરવા માટે કામે લાગ્યા છે. ત્યારે બોડેલી તરફ નો બે કિ. મી. માર્ગ ખખડધજ રહેવા દઈને માત્ર પંચ મહાલ જિલ્લા ની હદ નો માર્ગ બનાવતા અનેક ચર્ચા ઉઠી છે.
બોડેલી થી કકરોલીયા સુધી નો માર્ગ એકદમ ભંગાર છે. ત્યાં અકસ્માત નુ પ્રમાણ પણ વધ્યું છે. ઉબડખાબડ માર્ગ ને લીધે વાહન ચાલકો અટવાય છે. ત્યારે બોડેલી ના ચાર રસ્તા સુધી નો માર્ગ પણ નવો બનાવાય તેવી માંગ ઉઠી છે. શાળાના મેદાન માં પણ હેલી પેડથી સભા સ્થળ સુધી ડામર પાથરવા માટે તંત્ર એ કપચી અને સમાનનો ખડકલો કરી દીધી છે.
બોડેલી માં સભા હોત તો રસ્તા સુધારી ગયા હોત, તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


