Gujarat

 બોડેલી નજીક ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ એ ગુજરાત રાજ્ય કુરાસ ચેમ્પિયનશિપ માં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને શાળાનું ગૌરવ વધાર્યું

જુનાગઢ ખાતે ગત 17મી અને 18મી સપ્ટેમ્બર ના રોજ ગુજરાત રાજ્ય કુરાસ ચેમ્પિયનશિપ યોજાઇ હતી જેમાં બોડેલીને અડીને  જાંબુઘોડા તાલુકાના કકરોલીયા ગામે આવેલ ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો જેમાં અવલ નંબર મેળવી શાળાના વિદ્યાર્થીઓ વિશાલ મિશ્રા, લોકેશ વણઝારા તેમજ રુષિત શર્મા એ પ્રથમ સ્થાન મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા જ્યારે રુદ્ર સોલંકી, સાઈ રાજે, અને અયાન ખોજા, તેમજ રેહાને એ  દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ મેળવ્યા હતા જ્યારે ધ્રુવ ચૌધરી અને જય દત્ત માંડોલે તૃતીય સ્થાન પ્રાપ્ત કરી બ્રોન્ઝ મેડલ્સ મેળવ્યા હતા
        આ અસાધારણ સિદ્ધિ મેળવવા બદલ ટ્રસ્ટી કંચનભાઈ પટેલ સહિત આચાર્ય ઉપાચાર્ય તથા શાળા પરિવાર તેમજ વાલીઓ તરફથી શુભેચ્છા પાઠવી હતી તેમજ આગામી સમયે રાયપુર છત્તીસગઢ ખાતે યોજાનાર નેશનલ ચેમ્પિયનશિપ માટે કવોલીફાઈ થવા બદલ  વિજેતા વિદ્યાર્થીઓ તેમજ તેઓના કોચ ને શુભેચ્છા પાઠવી આશીર્વાદ આપ્યા ભક્ત ઇંગ્લીશ મીડીયમ સ્કુલના વિદ્યાર્થીઓ એ ગુજરાત રાજ્ય કુરાસ ચેમ્પિયનશિપ માં પ્રથમ નંબર મેળવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને શાળાનું ગૌરવ વધાર્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર
Attachments area

IMG-20220919-WA0052.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *