મધ્યપ્રદેશ થી દારૂ નો જથ્થો વડોદરા તરફ લઈ જવાતો હોવાની સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર ને બાતમી મળી હતી. કેનાલ માર્ગે આવતી ગાડીઓ બોલેરો, ફોર્ચ્યુંનર અને એક્સયુવી લક્ઝુરિયસ ગાડીઓ આવતા જ તેણે અટકાવી હતી . જેમાંથી કેટલાક નાસી છૂટયા અને ત્રણ આરોપી પકડાયા હતા. ત્રણેય ગાડીઓ તપાસતા તેમાં દારૂ ની કુલ996 અને બિયર ની 744 મળી ને કુલ 1740 બોટલો નો જથ્થો બોક્ષ માં મળી આવ્યો હતો.
પકડાયેલા ત્રણ આરોપીઓ ની અટક કરી હતી. જ્યારે અન્ય સાત આરોપીઓ ની અટક કરવા માટે પોલીસ તપાસ ચલાવી રહી છે. સ્થાનિક પોલીસ ની હદ માં મોટા પાયે દારૂ નો જથ્થો પકડાતા ચર્ચા નો વિષય જોવા મળી રહ્યો છે
બોડેલી ના ઝાંખરપુરા નજીક નર્મદા કેનાલ પાસે થી ગાંધીનગર થી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વોચ ગોઠવી ત્રણ ગાડીઓને પકડી હતી. જેમાં કુલ 1740 દારૂ ની બોટલો મળી કુલ મુદ્દામાલ 16,91050 રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ત્રણ આરોપી પકડી અન્ય સાત ને પકડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


