બોડેલી તાલુકાના સુર્યા ઘોડા પાસે સંખેડા તાલુકાના કાવીઠા ની રહેવાસી મોડેલ એક્ટ્રેસ એશ્રા પટેલની કાર નો ગંભીર અકસ્માત સર્જાતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા
મધ્યપ્રદેશની પાર્સિંગ ની ઈકો ગાડી વડોદરા તરફથી બોડેલી તરફ આવી રહી હતી અને એસરા પટેલની કાર બોડેલી તરફ થી કાવિઠા તરફ જઈ રહી હતી ત્યારે સુર્યા ઘોડા ના વડાક પાસે બંને ગાડી ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત સર્જાતાં રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો મદદે દોડી આવ્યા હતા અકસ્માતમાં એસરા પટેલ સહિત બીજા ચાર વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી એસરા પટેલની કારમાં બેઠેલ એક વ્યક્તિ સહિત એસરા પટેલને ગંભીર ઈજા પહોંચી હતી અને ઇકો કારમાં સવાર ત્રણથી ચાર વ્યક્તિઓને પણ ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે બોડેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે વધુ સારવાર અર્થે એસરા પટેલ સહિત એસરા પટેલની કારમાં સવાર એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા અકસ્માત એટલો ગંભીર હતો કે એસરા પટેલની કારને આગળ નો ભાગ બિલકુલ ખલાસ થઈ ગયો હતો ગંભીર અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ આવી હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


