Gujarat

બોડેલી નો વ્યસ્ત ઓરસંગ બ્રિજ  જર્જરીત  નદી પર બીજો બ્રિજ બનાવા લોકો ની માંગ 

બોડેલી નજીક આવેલો ઓરસંગ નદી પરનો ઓવરબ્રીજ પર મોટી સંખ્યામાં ફોરવીલ ટુ વીલ સહિત ભારી વાહનો પસાર થાય છે તેવામાં આ બ્રિજની હાલત જોખમી બની છે  રાત દિવસ ધમધમતો ઓરસંગ બ્રિજ જર્જરિત તો છે પણ તેની પેરાફીટ પણ તૂટી જવાની આરે છે, ત્યારે વાહન ચાલકો માટે જોખમી બનેલા ઓરસંગ બ્રિજની મરામત જરૂરી અથવા નવો બ્રિજ બનવો જરૂરી
 બોડેલી થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો બ્રિજ લગભગ એક કિ. મી.લાંબો  બ્રિજ નો માર્ગ ખળખડધજ છે.તંત્ર દ્વારા થિંગડા પુરવાની કામગીરી ક્યારેક થાય છે.પણ તૂટેલી પેરાફિટ નું યોગ્ય સમારકામ થતું નથી.1990માં ભારે પુર આવતા ઓરસંગ બ્રિજ તૂટી ગયો હતો.ત્યાર પછી અડધા બ્રિજનું સમારકામ થયું હતું.ત્યાર થી અડધો બ્રિજ નવો અને અડધો જૂનો કાર્યરત છે.પણ અત્યારે બ્રિજ જર્જરિત છે બ્રિજની આવરદા પુરી થવા આવી છે.
આવા જર્જરિત ઓરસંગ બ્રિજ પરથી રાત દિવસ વાહનો ધમધમી રહ્યા છે.મોડાસાથી મુંબઇ તરફનો ટ્રાફિક બોડેલીનાં ઓરસંગ બ્રિજ તરફ ખૂબ વળ્યો છે. રેતીની ટ્રકો પણ ઓવરલોડ દોડી રહી છે.
   આવા વ્યસ્ત ઓરસંગ બ્રિજ પર ટ્રાફિક વધતા હવે નદી પર બીજો બ્રિજ બનાવવો જરૂરી બન્યો છે ત્યાં વાહનચાલકો જણાઈ રહ્યા છે
ઈમરાન મનસુરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220806-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *