Gujarat

બોડેલી પાસેનાં કકરોલીયા સ્થિત ભક્ત ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે ગાંધીનગર નિવૃત્ત કમિશ્નર અને સરદારધામના સી.ઈ.ઓ સી.જે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો 

શ્રી ભક્ત સમાજ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ બોડેલી તથા શ્રી ભક્ત પાટીદાર કેળવણી મંડળ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ભગત જ્ઞાતિના શૈક્ષણિક તથા સમાજમાં અન્ય સિદ્ધિઓ હાંસલ કરનાર દીકરા,દીકરીઓ અને વડીલોને સાલ ઓઢાડી સન્માન કરી પ્રમાણપત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ બોડેલી પાસેનાં કકરોલીયા સ્થિત ભક્ત ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે ગાંધીનગર નિવૃત્ત કમિશ્નર અને સરદારધામના સી.ઈ.ઓ સી.જે.પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
    અમેરિકા સ્થિત ડીટ્રોઇટ ભક્ત સમાજ,નાબેડ સંસ્થા તથા શૈક્ષણિક સર્વાંગી વિકાસ ભંડોળ દ્વારા સમાજના ૨૦૦ તેજસ્વી તારલાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.શ્રી ભક્ત સમાજ વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ કંચનભાઈ પટેલે મહાનુભાવોને આવકારતા સંસ્થાની વિકાસ ગાથા વર્ણવી હતી.નાબેડનાં મંત્રી નરેશભાઈ પટેલ અને ભક્ત સમાજના શૈક્ષણિક સર્વાંગી વિકાસ ભંડોળના કન્વીનર ડોક્ટર જયંતીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી કાર્યક્રમનાં સુંદર આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરી સન્માનિત મહાનુભાવોને અને તેજસ્વી તારલાઓને અભિનંદન પાઠવ્યા હતા.ધાણકીયા ગામના વિનય ટ્રસ્ટના સ્થાપક વિનોદભાઈ ભગતે સમાજના તેજસ્વી તારલાઓને અન્ય સમાજ સાથે કદમ મિલાવવા હશે તો તેની એક જ દવા શિક્ષણ હોવાનું જણાવી શિક્ષણ પર ભાર મૂકી સમાજના વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો.કાર્યક્રમમાં વ્યાખ્યાનમાળાના વક્તા તરીકે ખાસ ઉપસ્થિત રહેલા ગુજરાતી ચલચિત્રજગતના યુવા અભિનેતા હષૅલ માંકડે સમાજના તેજસ્વી  તારલાઓ અને સમાજ ઉપયોગી વક્તવ્ય રજુ કર્યું હતું.ભક્ત સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે સમાજના દાતાઓએ તેમના હાથની મુઠ્ઠી ખોલીને દાનનો ધોધ વહેવડાવ્યો હતો.નાબેડ તેમજ ડેટ્રોઈટ ભક્ત સમાજ અને સ્વ.સપન નિલેશભાઈ પટેલના સ્મરણાર્થે સમાજને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.ભક્ત સમાજના વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મોભીઓમાં શ્રીમતી સાકરબેન મણીભાઈ ભગત,કુંદનપુર,મણીભાઈ મોહનભાઈ ભગત,કુંદનપુર,બિહારીભાઈ ભયજીભાઈ ભગત,ધાણકિયા,શ્રીમતી કમળાબેન બિહારીભાઈ ભગત,ધાણકીય, ગં.સ્વ.લાલાબેન ગોકળભાઈ ભગત,ધાણકીયા,ધીરજભાઈ ભયજીભાઈ ભગત,ધાણકીયા,પ્રજ્ઞાપુત્રી શ્રીમતી રશ્મિકાબેન ભરતભાઈ ભગત,ચિખોદ્રા, ભરતભાઈ નટવરભાઈ ભગત,ચિખોદ્રા, તુષારભાઈ વિનોદભાઈ ભગત સેવાસી,મોક્ષા અલ્પેશભાઈ પટેલ અલીખેરવા,પ્રીત જયેશભાઈ પટેલ ચલામલી તેમજ રુદ્ર જયેશભાઈ પટેલ ચલામલીનું ઉપસ્થિત સમાજના આગેવાનો ઘ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221219-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *