બોડેલી પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર એસ ,પી ,ધર્મેન્દ્ર શર્માની ઉપસ્થિતિમાં લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો પાસેથી તેમની સમસ્યાઓ તથા સુજાવ લેવામાં આવ્યા હતા.જ્યારે લોકોની સમસ્યા દૂર કરવા સૂચનો કરાયા હતા.
જેમા બોડેલી તાલુકાના નાગરિકો પાસેથી શહેરની સમસ્યાઓ જાણવામાં આવી અને તેમના સુજાવ લેવામાં આવ્યા હતા.
ખાસ કરીને એસ,પી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું હતું બાઇક ચાલકો બાઈક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરે તેમ છોટાઉદેપુર એસ પી દ્વારા જણાવવામાં આવ્યું હતું
હાઈવે પર રેતી ની ટ્રકો બેફામ દોડતી હોય તેના પર કાર્યવાહી કરવી,
બાઈક ચલાવતી વખતે અકસ્માત થી બચવા હેલ્મેટનો ઉપયોગ કરવો સહિત પ્રશ્ન રજૂ થયા હતા. જ્યારે પોલીસ પ્રજાની મિત્ર સૂત્ર સાર્થક કરવા પોલીસ પરિવાર સદાય તત્પર હોવાથી નાગરિકો પોલીસની જરૂરિયાત સમયે નિ:સંકોચપણે સંપર્ક કરે તેવી અપીલ કરાઇ હતી.
આ લોકદરબારમાં છોટાઉદેપુર એસ,પી સાહેબ સહિત ડી વાય એસ પી, એ વી કાટકર સાહેબ cpi વસાવા સાહેબ બોડેલી પીએસઆઇ સરવૈયા સાહેબ પોલીસ ટીમ સહિત બોડેલી સહિત આજુબાજુવિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


