Gujarat

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ અદાણી કંપનીના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા

અમદાવાદ
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જાેનસન ગુજરાતની મુલાકાતે છે, ત્યારે તેઓ ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને મળ્યા હતા. બંને વચ્ચે આશરે એક કલાક ચાલેલી મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક ટ્‌વીટ કરી જણાવ્યું હતું કે અદાણી ગ્રુપ બ્રિટિશ કંપનીઓ સાથે મળી ડિફેન્સ અને એરોસ્પેસ ટેકનોલોજી સેક્ટરમાં કામ કરશે. આ ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન હાઈડ્રોજન અને નવી ઊર્જા વિકસાવવાના એજન્ડા પર પણ ફોકસ કરવામાં આવશે. ચેરમેન ગૌતમ અદાણીએ ચાલુ વર્ષે જૂનમાં અદાણીના સહયોગથી લંડનમાં યોજાનારી આગામી ભારત-ેંદ્ભ ક્લાઇમેટ ચેન્જ અને ટેકનોલોજી શિખરમાં ભાગ લેવા માટે બ્રિટનના વડાપ્રધાનને આમંત્રણ પણ આપ્યું છે. આજની આ બેઠકમાં અદાણીએ બ્રિટિશ સરકારની સૌથી પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ કેવેનિંગ સ્કોલરશિપ મારફત ભારતના યુવાનો માટે એકેડેમિક સગવડ માટેના પ્રોગ્રામની પણ જાહેરાત કરી હતી. ેંદ્ભમાં માસ્ટર ડીગ્રીના અભ્યાસ માટે દર વર્ષે ભારતના સ્નાતક વિદ્યાર્થીઓને ૫ સ્કોલરશિપ મારફત અદાણી ગુપ ૨ લાખ પાઉન્ડ (આશરે રૂ. ૨ કરોડ) પૂરા પાડશે.અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે બ્રિટિશ વડાપ્રધાન અને અદાણી ગ્રુપના ચેરમેન વચ્ચેની આજની બેઠકના એજન્ડામાં ડિફેન્સક્ષેત્રમાં સહયોગ સાધવાનો મુદ્દો સૌથી અગ્ર ક્રમે હતો. આર્ત્મનિભર ભારત અભિયાનના ભાગરૂપે એરોસ્પેસ અને ડિઝાઇન ટેક્નોલોજીમાં અદાણી ગ્રુપ અને જાણીતી બ્રિટિશ કંપનીઓ કેવી રીતે સહયોગ કરી શકે એની શક્યતા બન્ને પક્ષ ચકાસશે. ભારતે ૩૦૦થી વધુ અલગ અલગ શ્રેણીઓનાં સંરક્ષણ સાધનોની આયત પર પ્રતિબંધ મૂકીને સંરક્ષણક્ષેત્રમાં સ્વાવલંબી થવા માટેનો પોતાનો ઇરાદો દર્શાવ્યો છે. અદાણી ગ્રુપે જણાવ્યું હતું કે ૨૦૩૦ સુધીમાં ભારતીય શસ્ત્રદળોને અદ્યતન કરવા માટે ભારતે નિર્ધાર કરેલા ૩૦૦ અબજ ડોલરના રોકાણ સાથે અદાણી ગ્રુપ રડાર્સ, જાસૂસી, હવાઇ સંરક્ષણ, માનવવિહીન અને રોટરી પ્લેટફોર્મ્સ તેમજ હાઇપરસોનિક એન્જિન સહિતના અસંખ્ય ક્ષેત્રો પર લક્ષ્ય કેન્દ્રિત કરી રહ્યું છે. ટેકનોલોજીની વાસ્તવિક અદલાબદલી (ટ્રૂ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી) આધારિત ખાનગી ક્ષેત્રે વિશ્વકક્ષાની ડિઝાઇન અને ઉત્પાદન મારફત સંરક્ષણક્ષેત્ર માટે ભારતને નિકાસના હબમાં પરિવર્તિત કરવાનું અદાણીનું લક્ષ્ય છે.

boris-johnson-and-adani.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *