છોટાઉદેપુર જિલ્લા ના છોટાઉદેપુર તાલુકાના ટ્રાયબલ વિસ્તારના આંતરીક ગામોને તાલુકા, જિલ્લા મથક તથા મધ્ય પ્રદેશ રાજ્ય સાથે જોડતા રસ્તા પુલની સુવિધા પ્રાપ્ત થાય છે જે શૈક્ષણિક તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ માટે આ વિસ્તાર ની પ્રજા માટે ઉપયોગી પુરવાર થાય તેમ છે.
વધુ માં આ પુલ બનવાથી છોટાઉદેપુર તાલુકાના ટુંડાવા ,બોડગામ અને મધ્યપ્રદેશ ના ઝીઝડા,નાશાવાશ,કેળ,કરદા,ચાપરા, આંબા,ડાભેરી,સુરવા,વગેરે બંને રાજ્યોના ગામોને ટુંકા માર્ગે જોડતા પુલ રસ્તા ની સુવિધા પ્રાપ્ત થાય તેમ છે.
આ પુલ બનવાથી ઉપરોક્ત બંને રાજ્યોના ગામો વ્યવહારીક, શૈક્ષણિક અને આરોગ્ય લક્ષી લક્ષી સેવા માટે જિલ્લા મથક તાલુકા મથક સાથે રાજ્ય ધોરીમાર્ગ દ્વારા જોડાય જાય છે.
આ ખાતમુહૂર્ત પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય શ્રી મોહનસિંહ છોટુભાઈ રાઠવા સાહેબ, પુર્વ રેલ રાજ્યમંત્રી હાલ રાજ્યસભા ના સાંસદ નારણભાઇ રાઠવા સાહેબ, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા શ્રી નગીનભાઈ રાઠવા સાહેબ, છોટાઉદેપુર જિલ્લા કો. ઉપપ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા (રાજુભાઈ) સાહેબ,મોટી સાઢલી ગ્રામ પંચાયત સરપંચ શ્રી ઉમેશભાઈ રાઠવા , છોટાઉદેપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી સોમાભાઇ રાઠવા, માજી સિંચાઇ સમિતિના ચેરમેન શ્રી છોટુભાઈ રાઠવા, તાલુકા પંચાયત ના સદસ્ય રેસીયાભાઈ, છગનભાઈ રાઠવા ,માજી સરપંચ શ્રી હિરાભાઇ ,જેરમાભાઈ ટુંડાવા, ગોવિંદભાઈ ટુંડાવા,રાયમલભાઈ ટુંડાવા, દેવજીભાઈ (મોટીસઢલી), કિરણભાઈ (મોટીસઢલી), ઝીણા ભાઈ (મોટી સઢલી) તથા સૌ આગેવાનો, વડીલો, આગેવાનો યુવાનો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહ્યા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


