Gujarat

ભરૂચના કલરવ શાળાના બાળકોએ ‘રોશની’ પ્રોજેક્ટ અંતર્ગત સુંદર દીવડા તૈયાર કર્યા

ભરૂચની કલરવ શાળાના દિવ્યાંગ બાળકોએ રોશની પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ દીપાવલી પર્વ લઇ દીવડાઓ બનાવી બીજાના જીવનમાં અજવાળું ફેલાવવા પ્રયાસ કર્યો છે.
છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચની કલરવ શાળા દ્વારા દિવ્યાંગ બાળકો પગભર થાય અને બીજો પાસે હાથ લંબાવો નહિ પોતાના પુરતું પોતે કમાવી શકે તે માટે તાલીમ આપવામાં આવે છે અને તેઓને વિવિધ પ્રોજેક્ટ કરાવવામાં આવે છે. બાળકો ઉત્સાહ ભેર ફાઈલ,બાજ પડીયા,અગરબત્તી બનાવવા સાથે દર વર્ષે રોશનીના પર્વ દિવાળીમાં રંગબેરંગી કોડિયા બનાવવાની પણ તાલીમ આપવામાં આવે છે. આ વર્ષે કોરોનાના કાળ બાદ છૂટછાટ મળતા સંસ્થા દ્વારા રોશની પ્રોજેક્ટ અંતર્ગત બાળકો દીવડા બનાવવા માટે જોતરાયા છે.
બાળકોએ તૈયાર કરેલા દીવડાઓના અજવાળાથી બીજાના જીવનમાં ખુશીઓ ફેલાવવા સાથે દિવ્યાંગ બાળકોના જીવનમાં પણ અજવાળું તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આ દીવડાઓના વેચાણ થકી એકત્રિત થતી રકમમાંથી બાળકોને દિવાળીના તહેવાર માટે ફટાકડા અને મીઠાઈની ભેટ આપવામાં આવશે. આ દિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલ દીવડાની ખરીદી કરવા લોકો પણ આગળ આવે તેવી આશા વાલીઓ અને કલરવ દિવ્યાંગ સ્કુલના ટ્રસ્ટી નીલાબેન મોદીએ આગ્રહ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *