Gujarat

ભરૂચના કેબલ બ્રિજ પર હથિયારો સાથે વિડીયો બનાવનાર સામે પોલીસ એકશન મોડ પર

અંકલેશ્વર
સોશિયલ મીડિયા ઉપર લોકો ભાન ભૂલી રહ્યા છે. જેઓ કેટલીક વાર પોતાના જીવ સાથે બીજાના જીવને પણ જાેખમમાં મૂકે છે, તો ક્યારેક ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ જાય છે. સસ્તી પ્રસિદ્ધિ ની લ્હાયમાં કાયદાની આંટીઘૂંટી માં પણ આવી જાય છે. સુરત બાદ ભાઈગીરી ના દ્રશ્યો બાઇક ઉપર ભરૂચ- અંકલેશ્વર ને જાેડતા કેબલ બ્રિજ ઉપર જાેવા મળ્યા હતા. બે બાઇક ઉપર ચાર યુવાનો હાથમાં ધારિયા અને કુહાડી સાથે ફુલસ્પિડે પસાર થતા જાેખમી ખેલ ખેલતા નજરે પડે છે. પોતાના ચીનુભાઈ સાબિત કરવા બનાવેલો આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. પોલીસ હવે આ ચાર યુવાનોને શોધી તેની ભાઈગીરી ઉતારવા એક્શનમાં આવી છે. કેબલ બ્રિજ ઉપર રાતે ખુલ્લેઆમ નગ્ન હથિયારોના પ્રદર્શન વચ્ચે તેનો વિડીયો બનાવી ભાઈગીરી ના અભરખા સાથે આ વીડિયો પોતાના સ્ટેટસ ઉપર મુકવા સાથે સોશિયલ મીડિયા વાયરલ થતા આ યુવાનો કોણ છે અને ક્યાં હેતુસર આ વીડિયો બનાવ્યો હતો તે તો પોલીસ પકડમાં આ સ્ટંટ બાજાે આવ્યા બાદ જ ખબર પડશે. ટ્રાફિકમાં અવરોધ, અકસ્માતને આમંત્રણ વચ્ચે પોતાની અને બીજાની જિંદગી જાેખમમાં મુકવા સાથે હથિયારોનું ખુલ્લેઆમ પ્રદર્શન માં બે બાઇક ઉપર સવાર આ ચાર યુવાનો ને શોધવા પોલીસની ટેક્નિકલ સર્વેલન્સ ટીમ સહીત ભરૂચ સી ડિવિઝન પોલીસ અને અંકલેશ્વર શહેર પોલીસ કામે લાગી હતી.તાજેતરમાં જ સુરતમાં બે યુવાનોએ હથિયારો સાથે ભાઈગીરી નો વિડીયો બનાવ્યો હતો. હવે ભરૂચમાં કેબલ બ્રિજ ઉપર બે બાઇક ઉપર ૪ યુવાનોએ ધારીયા અને કુહાડી સાથે બનાવેલો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા ઉપર સસ્તી પ્રસિદ્ધિ માટે હથિયારોનું નગ્ન પ્રદર્શન જાેવા મળ્યું હતું. આ વીડિયો વાયરલ થતા હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યાં છે. આ ચાર યુવાનોને શોધી તેની ભાઈગીરી ઉતારવા પોલીસ હવે એક્શનમાં આવી છે. અને શહેર તેમજ ભરૂચ સી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Young-people-partnering-with-weapons.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *