Gujarat

ભરૂચ જિલ્લામાં બે દરોડામાં ૧૧ જુગારીયો ઝડપાયા

ભરૂચ
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં એપ્પલ પ્લાઝા સામે જુગાર રમતા ૬ જુગારીયાઓને એલસીબી પોલીસે ઝડપી પાડ્યા હતા. ભરૂચ એલસીબી પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે કાપોદ્રા પાટિયા પાસે આવેલા એપ્પલ પ્લાઝા શોપિંગ સેન્ટર સામે રોડની બાજુમાં જુગારધામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૧ હજાર અને પાંચ ફોન તેમજ રિક્ષા મળી કુલ ૫૮ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ આદિત્ય નગર સોસાયટીમાં રહેતો જુગારી જગદીશ જગન્નાથ વાઘ, સંજય ગુલાબ પાટીલ, મહેન્દ્ર મોહન પટેલ, ક્રિષ્નાકુમાર આનંદકુમાર તિવારી, રાજેન્દ્ર રોહિદાસ કોલી, ઉચ્ચપા લક્ષ્મણ ઈટેકરને ઝડપી પાડ્યો હતો.ભરૂચના મક્તમપુર તુલસીધામ વિસ્તારમાં આવેલી પુષ્પકુંજ સોસાયટીના મકાન નંબર-૩૨માં જુગારધામ ચાલી રહ્યું છે જેવી બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા ૧૨ હજાર અને ચાર મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૪૩ હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ જુગાર રમતા જુગારી મુકેશ વિહિતલાલ પારેખ, પંકજ રમણલાલ કાયસ્થ, યોગેશ સુરેન્દ્ર મોદી, રજુ સોમાભાઈ રાણા અને વિજય પટેલને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *