ભરૂચ
ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ દ્વારા ભોલાવ ગામમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે જરૂરિયાત મંદ બાળકોને હેપ્પીનેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દિવાળીને પ્રકાશરૂપી પર્વ માનવામાં આવે છે. આ પ્રકાશના પર્વ થકી ગરીબ બાળકોમાં પ્રકાશ પાથરવાનો પ્રયાસ કરવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ આગળ આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને યુવા ભાજપ ભરૂચના પ્રમુખ ઋત્વિક પટેલ,જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયાની પ્રેરણાથી ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલની ઉપસ્થિતિમાં જરૂરિયાત મંદ બાળકોને હેપ્પીનેશ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં યુવા ભાજપ મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કર્ણા,નગર પતિ અમિત ચાવડા અને જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અને કાર્યકર્તાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા.


