લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર
કઠલાલ તાલુકામાં આવેલ ભાથીપુરા પ્રાથમિક શાળામાં હાલમાં ધોરણ ૧ થી ૫ માં 127 બાળકો હોવા છતાં માત્ર બે જ શિક્ષકો છે.વધની બદલીઓ થયા પછી તારીખ-૧૩-૧-૨૨થી આ જગ્યાઓ ખાલી છે. હમણાં થયેલ નવી વિદ્યાસહાયકની ભરતીમાં પણ આ શાળાની જગ્યાઓ બતાવવામાં આવી નથી અને જગ્યાઓ ભરેલ નથી, વળી એક શિક્ષકને તારીખ 26.11.21 થી કામગીરી ફેરફારથી અન્ય શાળામાં મુકેલ છે.તેમના જેવા કામગીરી ફેરફારવાળા જિલ્લાના તમામ શિક્ષકો પોતાની મૂળ શાળામાં હાજર થઇ ગયેલ છે, પરંતુ આ શાળાના શિક્ષક પરત શાળામાં હાજર થયેલ નથી.જેના કારણે શાળાના બાળકોના શિક્ષણ પર ગંભીર અસર થઇ રહી છે.સદર કામગીરી ફેરફારવાળા શિક્ષકને તાત્કાલીક આ શાળામાં પરત હાજર કરવા હુકમ કરવા બાબતે એસએમસી સભ્યો દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી,જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવેલ છે.
એસએમસી સભ્યોના જણાવ્યા મુજબ શાળામાં હાલના તબકકે ધોરણ ૧ થી ૫ માં કુલ ત્રણ શિક્ષકોની ઘટ છે. તે તાત્કાલીક ભરી આપવા આપવા રજૂઆત કરવામાં આવેલ છે. રજૂઆતમાં તેઓએ જણાવ્યું છે કે જો આ જગ્યાઓ નહી ભરાય તો બાળકોના સામુહીક એલ.સી. કઢાવી લેવા માટે અરજી કરીશું. અને બાળકોને અન્ય જગ્યાએ ભણવા લઇ જવા મજબુર બનીશું.તો આ પ્રશ્નનું નિરાકરણ તાત્કાલીક કરી આપવા એસએમસી સભ્યો દ્વારા રજૂઆત કરાઈ હતી.


