Gujarat

ભારતનો પહેલો બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ

અમદાવાદ
ગ્રાહકોને આકર્ષવા સ્ટ્રીટ વેન્ડર્સ અને દુકાનદારો ઘણી વાનગીઓ પર પ્રયોગો કરતાં હોય છે. કેટલીક વાનગીઓ તો લોકોને પસંદ આવતી હોય છે, જ્યારે કેટલીક વાનગીઓ જાેઈને જ લોકોનું મોં બગડી જતું હોય છે. પિઝાની વાત વાત કરીએ તો ફાસ્ટફુડમાં લોકો પિઝા ખાવાનું પસંદ કરતા હોય છે ત્યારે મુંબઈમાં પિઝાના આઉટલેટે બ્લેક ચીઝના પિઝા બનાવ્યા છે. વીડિયોમાં તમે પિઝા જાેઈ શકો છો કે જેમાં બ્લેક ચીઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે ચીઝનો રંગ હલકા પીળા રંગનો હોય છે. આવામાં બ્લેક ચીઝને જાેઈને લોકોને પણ નવાઈ લાગી રહી છે. કેટલાક લોકો આ પિઝાને જાેઈને મજા લઈ રહ્યા છે કે શું આ પિઝામાં સિમેન્ટ નાંખવામાં આવી છે? ઘણા લોકોને બ્લેક રંગનું ચીઝ જાેઈને મનમાં ઘણી શંકાઓ થતી હશે જ્યારે પિઝા બનાવનારનું કહેવું છે કે પિઝામાં ચીઝનો કાળો રંગ તેમાં નાંખેલી સામગ્રીઓને લીધે આવે છે અને તેમાં કોઈ પણ પ્રકારનો રંગ મિક્સ કરવામાં આવતો નથી. આ બ્લેક ચીઝ પિઝાની કિંમતની વાત કરીએ તો આ બ્લેક ચીઝ પિઝાની કિંમત ૪૫૦ રૂપિયા છે જેને બે વ્યક્તિઓ આરામથી ખાઈ શકે છે. સોશિયલ મીડિયા પર બ્લેક ચીઝ પિઝાનો વીડિયો વાયરલ છે અને લોકોને બ્લેક ચીઝ પિઝા પસંદ પણ આવી રહ્યા છે.જાે તમે સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા હોવ તો તમને સોશિયલ મીડિયા પર ઘણી અજીબો ગરીબ અને અટપટી વાનગીઓ જાેવા મળી જશે. સોશિયલ મીડિયા પર હાલ વિયર્ડ રેસીપી એટલે કે અજીબો ગરીબ વાનગીઓ બનાવવાનો ક્રેઝ જાેવા મળી રહ્યો છે.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *