ભાવનગર
ભાવનગર શહેરની એક મહિલાએ પાંચ વર્ષ પહેલા લવમેરેજ કરેલા હતા. લગ્ન પછી પતિ દારૂ પી ત્રાસ આપતો હોવાથી બે વર્ષના દિકરા સાથે તેણી પોતાના પિયરમાં રહેવા આવતી રહી હતી અને હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. મહિલાના મામાની દિકરી બહેન સાથે મહિલાના પતિને અનૈતિક પ્રેમ સંબંધ હોય, જીજાજી અને સાળીના અનૈતિક પ્રેમસંબંધની પોલ ખોલવા મહિલાએ બંન્નેને આજે મામાકોઠાર રોડ પાસેના એક મકાનમાંથી રંગે હાથ ઝડપી લઈ મહિલા હેલ્પલાઈનની મદદ લીધે હતી. ૧૮૧ના કાઉન્સેલર હીનાબેન મકવાણા, કોન્સ્ટેબલ પૂર્ણાબા જાડેજા અને પાયલોટ અતુલભાઈ સ્થળ પર જઈ યુવતીને સમજાવી પરંતુ મારે આની સાથે જ પરણવું છે તેવી યુવતીની જીદ હતી જ્યારે તેના જીજાજીને હવે તેની પત્નિ ગમતી નહોતી અને તેના બાળકનું પણ જે કરવું હોય તે કરો તેમ કહી તેણે હાથ ઉંચા કરી લીધાં હતા. ૧૮૧ની ટીમ તેઓને સમજાવતી હતી તે દરમિયાન આ લોકો ટીમની સામે થયાં હતા. જેથી ૧૮૧ની ટીમે સ્થાનિક ગંગાજળિયા પોલીસ મથકમાં જાણ કરી તેમને પોલીસને સોંપ્યા હતા.શહેરની એક પરણિત મહિલા પતિના ત્રાસના લીધે બે વર્ષના દિકરા સાથે રિસામણે પોતાના પિયરમાં રહેતી હતી અને હીરા ઘસીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. તેના પતિને મહિલાની મામાની દિકરી સાથે અનૈતિક સંબંધ હતા જેને મહિલાએ આજે રંગે હાથ પકડ્યા હતા. પોતાની પત્નિના મામાની દિકરી સાથે પ્રેમમાં પડેલા જીજાજી રંગે હાથ ઝડપાયો હતો.
