Gujarat

ભાવનગર શહેરના કુંભારવાડા ખાતે કોંગ્રેસની જાહેર સભા યોજાઈ

ભાવનગર
વિધાનસભાની ચૂંટણી ગમે તે ઘટી એ જાહેર થાય એ પહેલાં રાજકીય પાર્ટીઓ જાેરશોરથી પ્રચારમાં લાગી છે, ચૂંટણી નજીક આવતા ભાવનગર શહેર કોંગ્રેસ સક્રિય થયું છે કોંગ્રેસ આયોજિત સંકલ્પ યાત્રાના અનુસંધાને શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એઆઈસીસીના મહામંત્રી મુકુલ વાસનીકે ભાજપ સરકારને આડે હાથ લઈ ૨૭ વર્ષના ગુજરાતના શાસન પર સવાલો ઉઠાવ્યા હતા, ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા જ રાજનીતિક પાર્ટીઓ પોતાના પ્રચાર પ્રસારમાં લાગી ગઈ છે કોંગ્રેસ દ્વારા આયોજિત પરિવર્તન સંકલ્પ યાત્રા અનુસંધાને ભાવનગર શહેરના કુંભારવાડા એટલે કે ભાજપના સીટિંગ ધારાસભ્ય જીતુ વાઘાણીના પશ્ચિમ વિસ્તારમાં કોંગ્રેસની જાહેર સભા યોજાઇ હતી જેમાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર તેમજ એઆઈસીસીના મહામંત્રી સહિત કોંગ્રેસના ધારાસભ્ય ઋત્વિક મકવાણા હાજર રહ્યા હતા, ભાજપ પર સવાલો ઉઠાવતા અનેક આક્ષેપોબાજી કરી હતી, આ સાથે જ મોરબીમાં બનેલી દુર્ઘટનાને સંદર્ભે કોંગ્રેસ દ્વારા જાહેર સભામાં બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગુજરાતમાં ૨૭ વર્ષથી શાસન કરતી ભાજપ સરકાર પર કોંગ્રેસે નિશાનો તાકી ૨૭ વર્ષ દરમિયાન કરેલા કામકાજનો હિસાબ સહિત આપેલા વાયદાઓ અને વચન પર પ્રશ્નો કર્યા હતા.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *