Gujarat

ભાવનગર શહેર જિલ્લામાં રાજકિય ઉથલપાથલ ઊભી થાય તેવા એંધાણ

ભાવનગર
ભારતીય જનતા પાર્ટીની ચિંતન શિબીરમાં થયેલી ચર્ચા મુજબ ભાજપ ગુજરાતમાં એક સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોને તોડી ભાજપનો ભગવો ખેસ પહેરાવાનું અભિયાન શરૂ કરનાર છે. ચારેબાજુના આક્રમણને કારણે ‘કોંગ્રેસ મુક્ત ભારત’ અભિયાન સફળ થશે એમ ભાજપના નેતાઓ માની રહ્યા છે. દરમિયાનમાં કોંગ્રેસમાં કનુભાઈ નામધારી બે મોટા નેતાઓ સહિત પૂર્વ સંગઠનના હોદ્દેદારો વર્તમાન કોર્પોરેટરો, જી.પં. સભ્યો, સહકારી આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના અનેક નેતાઓ ભાજપનો ભગવો ખેસ ધારણ કરે એ માટેની વાતચીત ચાલી રહી છે. બીજી બાજુ કોંગ્રેસની સ્થાનિક નેતાગીરી અને પ્રદેશ આગેવાનો આ બાબત જાણતા હોવા છતાં આ નેતાઓને મનાવવાના મૂડમાં નહીં હોવાની વાત બહાર આવી છે. આમ આગામી દિવસોમાં પક્ષાંતરને કારણે ભાવનગર શહેર જિલ્લામાં રાજકિય ઉથલપાથલ ઊભી થાય તેવા એંધાણ છે. ભાજપ ઉપરાંત પટેલ સમાજના કોંગ્રેસના કેટલાક કાર્યકરો આપમાં પણ જાેડાનાર હોવાનું જાણવા મળ્યું છે.ભારતીય જનતા પાર્ટી દ્વારા ટૂંક સમયમાં શરૂ થનારા ભરતી મેળામાં કોંગ્રેસના મોટા માથા ગણાતા બે કનુભાઈ સહિત અનેક કોર્પોરેટરો, પૂર્વ સંગઠનના હોદ્દેદારો જાેડાશે. કોંગ્રેસનું નિશાન પંજાે છે પણ પંજાના નિશાનને વફાદાર રહેલા આ લોકો પક્ષને ‘બાય-બાય’ કહેવાના મૂડમાં હોવાની વાત બહાર આવતા રાજકિય ચહલપહલ મચી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *