ડીસા
ડીસા તાલુકાના ભીલડી પાસે નેશનલ હાઇવે પર જાેરદાર અકસ્માત સર્જાયો હતો. ડીસાનો શિક્ષક પરિવાર ભીલડીથી પરત આવી રહ્યો હતો. તે સમયે રેલવે બ્રિજ પાસે અચાનક પાછળથી આવી રહેલા ટ્રેલર ચાલકે કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કાર ૨૦ ફૂટ જેટલી ધસડાઈ હતી. બનાવને પગલે આજુબાજુના લોકો અને વાહન ચાલકોએ તરત જ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને કારમાં બેઠેલા લોકોને સહી સલામત બહાર નીકળ્યા હતા. કાર ૨૦ ફૂટ જેટલી ઘસસાઈ હોવા છતાં પણ શિક્ષક પરિવારનો આબાદ બચાવ થયો હતો અને મોટી જાનહાની થતાં અટકી હતી.ડીસા-ભીલડી નેશનલ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ભીલડીથી કારમાં પરત આવી રહેલા શિક્ષક પરિવારને ટ્રેલર ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ટ્રેલરે કારને ટક્કર મારતા કાર ૨૦ ફૂટ જેટલી ધસડાઈ હતી, જાે કે કારમાં બેઠેલા લોકોનો આબાદ બચાવો થયો હતો.

