ભુજ
સમસ્ત ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં અમિત ગોર નામના યુવક દ્વારા સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી કરવામાં આવી હતી. સ્પીકર મારફતે સંસ્કૃત ભાષામાં કોમેન્ટ્રી સાંભળી સતત ચહલ પહલ ધરાવતા જ્યુબિલી સર્કલ પર ઉપસ્થિત લોકોએ પણ કૉમેન્ટ્રીનો આનંદ લીધો હતો. શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ટી-૨૦ મેચ દરમિયાન બેટ્સમેન દ્વારા બાઉન્ડ્રી મારવા માટે જાેરદાર બેટ ફેરવી ફટકો મારવામાં આવ્યો હતો, પરંતુ બાઉન્ડરી લાઈન પર સારી ફિલ્ન્ડિંગ દ્વારા બોલને અટકાવી સારી ફિલ્ડિંગનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેનું ચિત્રણ સંસ્કૃત ભાષામાં કરવામાં આવ્યું હતું.સંસ્કૃત ભાષામાં ક્રિકેટ મેચની કોમેટ્રી કરવા સાથેનો નવતર પ્રયોગ ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે સાંભળવા મળ્યો હતો. પ્રાચીનકાળથી અસ્તિત્વ ટકાવી રહેલી સંસ્કૃત ભાષા આપણા દેશની ગરીમા સમાન છે. જેનો ઉપયોગ માત્ર માનવીના સ્વાસ્થ માટે લાભદાયક હોવાનું કહેવાય છે. આમ સંસ્કૃત ભાષાની ગરિમા જાળવવાના હેતુથી સમસ્ત ભુજ તાલુકા બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા આ પહેલ હાથ ધરાઈ હતી.
