*અમરેલી લીલીયા રોડ પર આવેલ શ્યામ વાડી ખાતે લશ્કરનું આર્મીના હંગામી બેઝ માટે કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા અને એસપીશ્રી હિમકરસિંહ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો*
અમરેલીમાં હંગામી ધોરણે આર્મીનો બેઝ બનશે ચોમાસા પુરતો ૧૪૦ જેટલા જવાનોનો અમરેલીમાં પડાવ મોન્સુન દરમિયાન અમરેલીમાં આજથી ઉભા થનારા આર્મીના હંગામી બેઝ માટે કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા અને એસપીશ્રી હિમકરસિંહ દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરાયો. અમરેલીથી જુનાગઢ, ગીર સોમનાથ,રાજકોટ, ભાવનગર જેવા ચાર જિલ્લા એકસો કીમીના અંતરે હોય ત્યા જઇ લશ્કરના જવાનો ભૌગોલિક જગ્યાઓનું નિરીક્ષણ કરશે. જો કે હાલમાં તો આ કંપનીને જો વરસાદની કોઇ અતિ ભારે વિકટ સ્થિતિ ઉભી થાય તો પણ પહોંચી વળવાના ભાગરૂપે ઉતારાવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળેલ છે.જાણવા મળતી વિગતો અનુસાર તાજેતરમા ગુજરાતમા અતિભારે વરસાદને પગલે અનેક સ્થળે બચાવ અભિયાનો હાથ ધરવા પડયા હતા. જે સ્થિતિને ધ્યાનમા લઇ સરકાર દ્વારા સૌરાષ્ટ્રમા કોઇ આપાતની સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા આગોતરા આયોજનરૂપે સેનાની મદદ લેવાઇ છે. અને સૌરાષ્ટ્રની મધ્યમા આવેલ અમરેલીને બેઝ કેમ્પ બનાવી સેનાના ડોકટર, એન્જીનીયર અને ઓફિસર મળી 160 લોકોની ટુકડી ફાળવવામા આવી છે. ત્યારે સેનાના આ જવાનો અને અધિકારીઓ આજે અમરેલી આવી પહોંચ્યા હતા. જો કે હાલમા એકેય જિલ્લામા હવામાન વિભાગનુ રેડ એલર્ટ નથી. આમ છતા ચોમાસા દરમિયાન ફરી કોઇ આવી સ્થિતિ ઉભી થાય તો તેને પહોંચી વળવા સેનાના આ જવાનો મદદરૂપ થશે. આજે જુદીજુદી બે રેજીમેન્ટમા 5 અધિકારીઓ, 130 જવાનો ઉપરાંત 10 ડોકટરની ટીમ અને 15 એન્જીનીયરની ટીમ અમરેલી આવી પહોંચી હતી. સેનાના આ જવાનોમાથી જરૂરીયાતના સંજોગોમા ટીમો બનાવી જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ કે ભાવનગર જિલ્લામા ગમે તે સ્થળે મોકલી શકાશે. તેનો બેઝ કેમ્પ અમરેલીમા રહેશે. ચોમાસા બાદ આ જવાનો પરત ચાલ્યા જશે. અને અમરેલી જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતુ કે સેનાના આ જવાનો ટીમો બનાવી દરેક જિલ્લામા પહેાંચી સર્વે પણ કરશે જેથી આવશ્યક સંજોગોમા કોઇપણ સ્થળે જરૂર પડે તો ઝડપથી પહોંચી શકાય તેમ જણાવ્યું હતું…
રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

