અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાં બનતા મિલકત સંબંધી ગુન્હાઓના આરોપીઓ ગુન્હો કરી નાસી-ભાગી ન જાય, તેમજ મિલકત સંબધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય, જે અન્વયે શ્રી.કે.જે.ચૌધરી સાહેબ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાઓએ મિલકત સંબધી ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માંટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય
જે અન્વયે ધારી પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા પામેલ એ.પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૮૨૨૦૪૭૭/૨૦૨૨ આઇ.પી.સી.કલમ ૩૮૦,૪૫૭ મુજબના ગુન્હો તા.૦૩/૦૭/૨૦૨૨ ના ક.૨૦/૧૫ વાગ્યે રજીસ્ટર થયેલ અને ધારી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.શ્રી.ડી.સી.સાકરીયા નાઓની સુચના મુજબ પોલીસ સ્ટાફના હેડ કોન્સ એ.વી.મકવાણા તથા અનાર્મ હેડ.કોન્સ.એ.બી.વાળા તથા પો.કોન્સ પી.એસ.બાબરીયા વિગેરે નાઓ પો.સ્ટે વિસ્તરમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખીચા ગામેથી ઉપરોકત ગુન્હાના કામના બંન્ને આરોપીઓને મુદામાલ સાથે તા.૦૪/૦૭/૨૦૨૨ ના રોજ હસ્તગત કરેલ છે અને આગળની કાર્યવાહી કરવા સારૂ આરોપીઓને તપાસ કરનાર અધિ શ્રી સર્કલ પો.ઇન્સ સા.ધારી નાઓને સોંપી આપેલ છે.આમ સદરહું ગુન્હાના કામના આરોપીઓને ગુન્હાના દાખલ થયાની ગણતરીના કલાકોમાં પકડી પાડવામાં આવેલ છે.
*ગુન્હામાં પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) રોહીતભાઇ હસુભાઇ દેત્રુંજા ઉ.વ.૨૧ ધંધો.હિરા ઘસવાનો રહે.હિમખીમડીપરા,ધારી તા.ધારી જી.અમરેલી
(૨)મહેશભાઇ ઉર્ફે જીગો હિમંતભાઇ ગુજરવાડીયા ઉ.વ.૨૨ ધંધો.હિરા ઘસવાનો રહે.હિમખીમડીપરા,ધારી તા.ધારી
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા
Attachments area


