Gujarat

મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મતદાન માટે સંકલ્પ પત્રો, સિગ્નેચર વોલ, રેલી સહિતના કાર્યક્રમોનું આયોજન

જૂનાગઢ જિલ્લામાં ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી રચિત રાજના માર્ગદર્શન હેઠળ જિલ્લા સ્વીપ નોડલ અધિકારી દ્વારા શાળા, કોલેજોમાં મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વિવિધ વિધાનસભા મતવિસ્તારમાં ચાલી રહેલા જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત વિવિધ શાળાઓના બાળકો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

માંગરોળ તાલુકાની કે.કા.શાસ્ત્રી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ શાળા સફાઈ, સ્લોગન સ્પર્ધા તથા રંગોળી સ્પર્ધા અને સિગ્નેચર વોલ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત દુધાળા ગીરની સરકારી માધ્યમિક શાળામાં અને ઓસા ગામની પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત રંગોળીઓ બનાવવામાં આવી હતી.

 મતદાતાઓને તેમના મતનું મૂલ્ય સમજાવી મતદાનના અધિકારના ઉપયોગ માટે મતદાન જાગરૂકતા માટે જિલ્લામાં શૈક્ષણિક વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી  રહ્યા છે.

Matdan-jagruti-rangoli-spardha1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *