જૂનાગઢ વહિવટી તંત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ વચ્ચે એમઓયુ કરાયા
જૂનાગઢ,તા.૧૨ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી જૂનાગઢ શ્રી રચિત રાજની અધ્યક્ષતામાં વહીવટીતંત્ર તેમજ ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રતિનિધીઓ સાથે મળી મતદારયાદી સુધારણા કાર્યક્ર્મ અંતર્ગત એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રતિનિધીઓ એ લોકશાહીના મૂલ્યોનું જતન કરી રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થવા તમામ પ્રકારના સાથ-સહકારની ખાતરી આપી હતી.
ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૨ ની લાયકાત તારીખ સંદર્ભમાં મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યો છે. જેમાં ૧૮ વર્ષ થી વધુ વયના તમામ નાગરિકો પોતાનું નામ મતદારયાદીમાં દાખલ કરાવે તે બાબત ઉપર ભાર મૂકવામાં આવેલ છે.
મતદારોમાં ચૂંટણી પ્રક્રિયા અંગે જાગૃતી વધે તેમજ ચૂંટણી પ્રક્રિયામાં ભાગીદારી નોંધાવે તે અર્થે વિવિધ પ્રવૃતીઓના માધ્યમથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રતિનિધીઓ પોતાનો સહયોગ આપશે તે પ્રકારે એમ.ઓ.યુ. કરવામાં આવ્યા હતા. જેમાં આ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા તમામ કામદારોની મતદાર તરીકે નોંધણી થાય તે બાબત સુનિશ્ચીત કરાશે તેમજ તેઓને મતદાન કરવા માટે પ્રોત્સાહીત કરાશે. મતદાર જાગૃતી માટેના કાર્યક્રમો માટેની આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુમાં વધુ આયોજીત કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.વધુમાં હાલ ચૂંટણી કાર્ડ સાથે આધાર લીંક કરવા માટેના કાર્યક્રમો માટે પણ સહયોગ આપવા બાંહેધરી આપવામાં આવી હતી.


