Gujarat

મત્સ્યદ્યોગની કલ્યાણકારી યોજનાઓના લાભોનું માછીમારોને હાથોહાથ વિતરણ કરાશે  

ભારત સરકારના મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી બાબતોના કેબિનેટ મંત્રી શ્રી પરશોત્તમ રૂપાલાના અધ્યક્ષમાં માંગરોળ ખાતે આવતીકાલ તા.૨૨-૯-૨૦૨૨ના રોજ સાગર પરિક્રમા યાત્રા-૨૦૨૨નો કાર્યક્રમ યોજવામાં આવશે.

   આ પ્રસંગે કેન્દ્ર સરકારના રાજ્યકક્ષાના મત્સ્યપાલન પશુપાલન અને ડેરી મંત્રી શ્રી સંજીવ કુમાર બાલિયાન અને ડો. એલ. મુરુગન ઉપરાંત ગુજરાત સરકારના રાજ્યમંત્રી સર્વશ્રી જીતુભાઈ ચૌધરી, અરવિંદભાઈ રૈયાણી, દેવાભાઈ માલમ ઉપસ્થિત રહેશે.

   માંગરોળના રામલીલા મેદાન ખાતે સવારે ૧૧.૩૦ કલાકે યોજાનારા સમારોહમાં કેન્દ્ર-રાજ્ય સરકારની મત્સ્યદ્યોગ સંબંધીત વિવિધ કલ્યાણકારી યોજનાઓનું માછીમારોને હાથોહાથ વિતરણ કરવામાં આવશે.

    આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, સાંસદ શ્રી રમેશભાઈ ધડુક, કેન્દ્ર સરકારના મત્સ્યપાલન સચિવ શ્રી જે. એન. સ્વેન સહિતના પદાધિકારીઓ-મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *