ભોપાલ
મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણીનું પહેલું ચરણ સંપન્ન થઈ ચૂક્યું છે. એ જ પ્રકારે રાજ્યના હરદાની ગ્રામ પંચાયત પાનતલાઇની એક મહિલા ઉમેદવારે ૩૪૪ વોટથી જીત હાંસલ કરી હતી. તેનું સેલિબ્રેશન પણ મનાવ્યું, પરંતુ થોડા જ કલાકો બાદ તેમનું મોત થઈ ગયું. આ ઘટનામાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશના હરદા જિલ્લાના ટીમરની વિકાસખંડની ગ્રામપંચાયત પાનતલાઇની સરપંચ પદની ઉમેદવાર રૂકમણી બાઇનું જીત બાદ મોત થઈ ગયું. કહેવામાં આવ્યું કે, સરપંચની ચૂંટણીમાં પ્રતિદ્વંદ્વી જયંતી બાઇને હરાવીને સરપંચ બન્યા, પરંતુ સવારે પથારીમાંથી ઉઠી જ ન શક્યા.
પરિવારના લોકોએ હૃદયની ગતિ થોભવાથી નિધન થવાની વાત કહી છે. રૂકમણી બાઇએ એક દિવસ અગાઉ એટલે કે શનિવારે સાંજે જ સરપંચ પદ ૩૪૪ વોટથી જીતી લીધું હતું. તેની બાબતે હરદાના કલેક્ટર ઋષિ ગર્ગનું કહેવું છે કે, તેમને જાણકારી મળી કે પાનતલાઇ ગ્રામ પંચાયતમાં જીતનારી સરપંચ પદની ઉમેદવાર રૂકમણી બાઇનું નિધન થઈ ગયું છે. તેના માટે તેમણે સંબંધિત એસડીએમ અને પોલીસ સ્ટેશનના પ્રભારીને ઘટનાની તપાસ માટે નિર્દેશ આપ્યા છે. પાનતલાઇ ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા રૂકમણી બાઇના પુત્ર રાજેશે જણાવ્યું કે, ગામના બધા લોકોના સહયોગથી તેની માતા રૂકમણી બાઇને સરપંચ પદ માટે ઊભી કરવામાં આવી હતી, જેમાં તે જીતી ગઈ.
રાત્રે તેનું સેલિબ્રેશન પણ કરવામાં આવ્યું. ભોજન કરીને માતા સૂતી હતી, પરંતુ સવારે તે ઉઠી જ નહીં. રાજેશે જણાવ્યું કે તેની માતાને બીપી અને ગેસની સમસ્યા રહેતી હતી. પાનતલાઇનું સરપંચ પદ આ વખતે અનુસૂચિત જનજાતિ માટે અનામત હતું એટલે આ વર્ગની રૂકમણી બાઇ ગ્રામજનોની સહમતીથી મેદાનમાં ઉતરી હતી. તેના પુત્રના જણાવ્યા મુજબ, તેની માતા અને તેઓ મજૂરી કરીને જીવન પસાર કરે છે. માતા સરપંચ પદ પર જીતી શકી હતી તો આખા પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આચનક મોતથી આખો પરિવાર આઘાતમાં આવી ગયો.
મૃતિકના બે પુત્ર રાજેશ અને મુકેશ, જ્યારે એક દીકરી છે. પતિનું પહેલા જ નિધન થઈ ચૂક્યું છે. તો આ બાબતે હરદા જિલ્લાના ડીએમએ જણાવ્યું કે, તેમને જાણકારી મળી છે કે પાનતલાઇ ગ્રામ પંચાયતની ચૂંટણી જીતનારી સરપંચ રૂકમણી બાઇનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થઈ ગયું છે. તે માટે તેમણે તાલુકાના જીડ્ઢસ્ અને પોલીસ સ્ટેશનના પ્રભારીને આ બાબતે તપાસના નિર્દેશ આપ્યા છે.
