નડિયાદ
ખેડા ટાઉન પોસઈ આર.ડી.ચૌધરી પોતાના સ્ટાફ સાથે ખાનગી તથા સરકારી વાહનમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન વડાલા પાટીયા પાસે આવતા ખાનગી બાતમીદારથી બાતમી મળી હતી કે મલારપુરા ગામની સીમમા ગૌરપુરા જવાના રોડ ઉપર કે.કે.હાઉસ હોલ્ડ પ્રા,લીમીટેડ પ્લોટ નં. ૫ રોયલ ઇન્ડીસ્ટ્રીયલ આગળ એક બંધ બોડીનું કન્ટેનર વિદેશીદારૂ ભરેલ જે કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશીદારૂની પેટીઓ નાના વાહનોમાં ટ્રાન્સફર કરી કટીંગ ચાલુ છે. આ જગ્યાએ પોલીસના માણસો સાથે રેઇડ કરતાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો લાખોની મત્તાની તથા ત્રણ મારૂતી સુઝુકી લૉડીંગ ટેમ્પામાં વિદેશી દારૂની બોટલો મળી કુલ બોટલ મળી કુલ રૂપિયા ૩૯ લાખ ૩૯ હજર ૮૪૦ તથા મળી આવેલ તમામ વાહનો અને પકડાયેલા જશવંતસિહ ઉર્ફે શાહીલ, મહેન્દ્રસિંહ સીસોદીયા અને અર્જુનશ્રી પાંડેની અંગ ઝડતીમાંથી મળી આવેલ ફોન રોકડ રકમ મળી કુલ્લ રૂપિયા ૭૩ લખ ૬૯ હજાર ૭૧૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડી બાકી ભાગી છુટેલા ૧૧ આરોપીઓને પકડવા માટે કાર્યવાહી આદરી છે ખેડા નજીક દારૂનું કટીંગ થતું હોવાને બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી આટલા મોટા જથ્થામાં જથ્થો પકડી પાડ્યો છે ત્યારે આ દારૂનો જથ્થો સ્થાનિક બુટલેગોરોએ મંગાવ્યું હોવાની શક્યતા છે પોલીસ પકડાયેલા આરોપીઓની તપાસમાં સ્થાનિક બુટલેગરોના નામ શોધવા માટે કામ લાગી છે કદાચ તેનો રેલો નડિયાદ સુધી આવે તો નવાઈ નહીં રહે.ખેડા નજીક મલારપુરા ગામની સીમમા વિદેશી દારૂના કટીંગ વખતે પોલીસ ત્રાટકી હતી અને વિદેશી દારૂની ૬૭૮ પેટીઓ કિંમત રૂપિયા ૩૯ લાખ ૩૯ હજર ૮૪૦ તથા બીજાે મુદ્દામાલ મળી કુલ રૂપિયા ૭૩ લખ ૬૯ હજાર ૭૧૦ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યા છે. ખેડા ટાઉન પોલીસ આ મામલે અન્ય આરોપીઓના નામ બહાર લાવવામાં સફળતા મળી છે અને આ લોકોને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી છે.


