Gujarat

મહીસાગરમાં લગ્નના દિવસે વરરાજા બેન્ડ વાજા સાથે મતદાન કરવા પહોંચ્યા

મહીસાગર
ગુજરાત વિધાનસભા ચૂંટણી-૨૦૨૨નું આજરોજ બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે તમામ ભારતીય નાગરિકો લોકશાહીના આ પર્વને ઉત્સાહથી ઉજવી રહ્યાં છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાઅધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે વરરાજા બેન્ડ વાજા સાથે બગીમાં બેસીને જાન લઈ મતદાન મથકે પહોંચ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને ત્યાર બાદ પરણવા નીકળ્યા હતા. મહિસાગર જિલ્લાની ૧૨૨-લુણાવાડા વિધાનસભા બેઠક પરના તમામ બુથ પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સવારથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે. આ મતદાનની પ્રક્રિયા વચ્ચે એક જાેગાનું જાેગ એક ઘટના સામે આવી છે. જેમાં ખાનપુર તાલુકાના માહિર ખાન પઠાણ નામક યુવાનના લગ્ન હતા. જેથી યુવક અને તેના પરિવાર માટે એક સાથે બે પ્રસંગો ઉજવવાનો લ્હાવો મળ્યો હતો. જેથી યુવકે પહેલા મતદાન અને પછી લગ્ન માટે જવાનો ર્નિણય કર્યો હતો. પોતાએ કરેલા ર્નિણય સાથે વરરાજા પોતાની જાન જાેડી બેડ વાજા સાથે બગીમાં બેસી ઘરેથી ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે મતદાન બુથ પર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને તમામ લોકોને મતદાન કરવા માટે અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે બુથ પરના તમામ કર્મચારીઓએ વરરાજાને નવા જીવનની શરૂઆત પહેલા અભિનંદન પાઠવ્યાં હતા અને તેમના ર્નિણયને આવકાર્યો હતો.

File-01-Page-28.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *