Gujarat

મહીસાગર જિ.પં. કચેરી પાછળની કેન્ટિનમાં ભીષણ આગ લાગી

મહીસાગર
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલ માહિસાગર જિલ્લા પંચાયતની કચેરીના પાછળના ભાગે આવેલ ચા-નાસ્તાની કેન્ટીનમાં આચનક આગ ભભૂકી હતી. જેમાં કેન્ટીનમાં રાખેલ સમાન બળીને ખાખ થયો હતો. અગમ્ય કારણો સર કેન્ટીનમાં આગ લાગી જે જાેત જાેતામાં આગ આખા કેન્ટીનમાં ફેલાઈ ગઈ હતી અને કેન્ટીનમાં રાખેલ સમાન બળીને ખાખ થયો હતો. આગ છેક કેન્ટીનમાં ઉપર લગાવેલ સેડ સુધી પહોંચી ગઈ હતી. સમગ્ર ઘટના બનતા કેન્ટીનના સંચાલક દ્વારા લુણાવાડા નગર પાલિકા ફાયર વિભાગને આ અંગેની જાણ કરાતા લુણાવાડા ફાયર વિભાગની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો સદ્‌ નસીબે ઘટનામાં કોઈ જાન હાનિ થઈ નથી પરંતુ કેન્ટીનમાં રાખેલ સમાન બળીને ખાખ થયો હતો. ત્યારે થોડા દિવસ આગાઉ પણ લુણાવાડા શહેરના વાસીયા દરવાજા વિસ્તારમાં આવેલ એક મસ્જિદના રસોડામાં આગ લાગી હતી. ત્યાં પણ તાત્કાલિક ફાયર વિભાગ પહોંચી જતા આગ પર તુરંત કાબુ મેળવી લેવાયો હતો.

File-02-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *