મહુધા
ખેડૂતોના સાધનો તેમજ પાકની ચોરી થવાના કિસ્સાઓ જાેવા મળે છે પરંતું આવો એક કિસ્સો મહુધા પંથકમાં છેલ્લા ચાર માસમા તાલુકાના ખાંડીવાવ-૬, સિંઘાલી- ૭, બલાઢિ – ૨ અને સાસ્તાપુર ખાતેથી ૨ ડમકી અને ફુટવાલ સહિતની ચોરી થઇ છે .ત્યારે મહિસા ખાતેથી ડમકી ચોરવા જતાં પકડાયેલા ઇસમ પર તમામ ચોરી કરવામા આવી હોય તેવી ખેડુતોમા આશંકા સેવાઇ રહી છે. અને આ છેલ્લા ચાર માસ સમયગાળાથી ખેડૂતોના સાધનો તેમજ પાકની ચોરી થવાના કિસ્સા વધી રહ્યા છે. ત્યારે એક ખેડૂતે જણાવ્યું હતુ કે કેનાલ નજીક મૂકેલ ડમકી થી થોડા અંતરે મકાન આવેલ છે. ડમકી આગળ અચાનક એક બાઇક ઉભૂ રહેલુ જાેયુ હતુ. ત્યારે ૧૦ થી ૧૫ મીનીટ થવા પછી પણ બાઇક ત્યાથી આગળ ગયુ ન હોય તેવું લાગ્યું જેથી તેને શંકા જતાં ફોન કરી શંકાસ્પદ બાઈક અંગે જણાવતા અમે બંને વ્યક્તિઓ બનાવ સ્થળે પહોચ્યા હતા. ત્યારે ફક્ત બાઈક જાેવા મળ્યુ હતુ. પરંતુ અચાનક ડમકી મુકી હતી તે તરફથી કંઇક પડ્યુ હોય તેવો અવાજ આવતા ડમકી તરફ જઈ ટોર્ચ મારતા એક ઈસમ ભાગી ગયો હતો. જ્યારે અન્ય ઇસમ પણ ભાગવાની કોશિશ કરતા તેને ઉભા રહેવાનું કહેતા હાથમાં રહેલ લોખંડના પાનાથી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઠોકર વાગતા તે નીચે પટકાતા તે ઝડપાઇ ગયો હતો. આ બાદ ઝડપાયેલા ઇસમને પોલીસ હવાલે કર્યો હતો. જ્યારે બીજી તરફ ભાગવામાં સફળ થયેલ ઇસમ બાઇક પણ લેવા રહ્યો ન હતો. આમ પકડાયેલા ઇસમને મહુધા પોલીસે પૂછપરછ કરવામાં આવી. હાલ પોલીસે અટકાયત કરી વધુ પૂછપરછ કરી ગુનાના ભેદ ખુલે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે.
