Gujarat

મહુધા બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહમિલન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

લોકેશન : ખેડા , મહુધા
રિપોર્ટર : નિસાર શેખ મહુધા
મહુધા મહાદેવ મંદિર ખાતે બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ દ્વારા સ્નેહમિલન તેમજ વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી મુખ્ય મહેમાન તરીકે કિરીટભાઈ.એમ.દવે,પ્રણવભાઈ જોશી તથા મહુધા શહેર પીઆઈ કે.એસ.દવે હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં કિરીટભાઈ દવે,પ્રણવભાઈ જોશી અને મહુધા પીઆઈ કે.એ.દવે નું સ્વાગત હર્ષિત ભટ્ટ,ચિરાગભાઈ,મનીષભાઈ તેમજ બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ મહુધા દ્વારા પુષ્પ ગુચ્છ થી કરવામાં આવ્યું હતું
આ કાર્યક્રમમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ વિપુલભાઈ દવે,ઉપપ્રમુખ પ્રતીકભાઈ દેસાઈ,મંત્રી હર્ષિત ભટ્ટ તથા કારોબારી સભ્યો ની વરણી કરવામાં આવી હતી સાથે સાથે બાજખેડાવાળ બ્રાહ્મણ સમાજ મહુધા દ્વારા બાળકોને ઈનામ વિતરણ પણ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન હર્ષિત ભટ્ટ,ચિરાગભાઈ ઠાકર,મનીષભાઈ દવે,વિપુલભાઈ તેમજ ધર્મેશભાઈ દવે દ્વારા કરવામાં આવ્યું હતું

IMG-20221219-WA0005.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *