ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવામાં વિક્ટર રોડ પર ગાયત્રી મંદિર પાસે રહેતા અને અને કલરકામની મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા પરપ્રાંતીય સોનું રામમોહન પ્રજાપતિ ઉ.વ.૨૫ના ભાઈ સુરજ તથા સુમિત ઘરમાં શૌચાલય ન હોય આથી શૌચક્રિયા માટે ઘર બહાર જતાં હોય આથી સોનું ના ઘર નજીક રહેતા વિશાલ સુરેશ અને ભીમા નામના શખ્સે સોનું ને જણાવેલ કે તારાં ભાઈઓ કુદરતી હાજતે બહાર કેમ જાય છે આથી સોનું એ જણાવેલ કે તો કયાં જાય ?! આથી ઉશ્કેરાયેલા વિશાલ સુરેશ તથા ભીમા એ એકસંપ રચી લોખંડના પાઈપ વડે સોનું પર હુમલો કરતાં તેની માતા તથા ભાઈ સુરજ વચ્ચે પડતાં ત્રણેય શખ્સોએ તેને પણ માર મારી લોહીયાળ ઈજા પહોંચાડી ઘર બહાર હાજતે નિકળશો તો જીવતા નહીં રહેવા દઈએ એવી ધમકી આપી નાસી છુટ્યા હતાં. આ બનાવમાં ઈજાગ્રસ્ત સોનું ને સારવાર અર્થે મહુવા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં તેણે ત્રણેય શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.મહુવામાં રહેતા અને કલરકામની મજૂરી કરતાં યુવાન તથા તેના ભાઈ અને માતા પર ઘર નજીક રહેતા ત્રણ શખ્સોએ સામાન્ય બાબતે હુમલો કરી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ઈજાગ્રસ્ત યુવાને મહુવા પોલીસ સ્ટેશનમાં ત્રણ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.


