Gujarat

મહેમદાવાદમાં ટ્રેક્ટરના ચાલકે ટ્રોલીના પાછળના વ્હિલમા બાળકને કચડતા થઇ ગયું મોત

નડિયાદ
મહેમદાવાદમાં ઘર આંગણે રમતા ૫ વર્ષિય બાળકને એક ટ્રેક્ટરના ટ્રોલીની ટક્કર વાગી હતી. બાળક ટ્રોલીના પાછળના વ્હિલમા ઘૂસી જતાં તે કચડાઈ ગયો હતો. જેના કારણે આ બાળકનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજયું છે. સમગ્ર મામલે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ફેટલ આકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મહેમદાવાદમાં ઇન્દિરા નગરી વિસ્તારમાં રહેતા ૫૭ વર્ષિય પ્રભાતભાઈ શકરાભાઈ પરમાર દિકરો લાલજીભાઈ શહેરના બારોટવાડા પાસે રહે છે. લાલજીભાઈનો ૫ વર્ષિય પુત્ર હાર્દિક ગતરોજ બપોરના સુમારે પોતાના ઘરે આંગણે રમી રહ્યો હતો. ત્યારે પૂર પાટે આવેલા ટ્રેકટર નંબર (જીજે ૦૭ ડીબી ૪૪૧૨)ના ચાલકે પોતાનું વાહન બે ફિકરાઈ અને પૂજળ પે અહંકારી ઉપરોક્ત પાંચ વર્ષીય હાર્દિકને ટ્રેક્ટરની ટ્રોલી ભટકાવી હતી. જેના કારણે હાર્દિક જમીન પર ફટકાયો હતો અને ટ્રેક્ટરની ટ્રોલી ના પાછલા બિલમાં આવી જતા તે કચડાઈ ગયો હતો. આથી આ પાંચ વર્ષીય બાળકનું કરુણ મોત સ્થળ ઉપર નીપજ્યું હતું. સમગ્ર મામલે પ્રભાતભાઈ શકરાભાઈ પરમારે મહેમદાવાદ પોલીસને જાણ કરતા પોલીસે તેમની ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *