Gujarat

મહેમદાવાદ કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધી આક્રોશ સભા તેમજ રેલી યોજાઈ.

રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ખેડા જિલ્લાના મહેમદાવાદ શહેર ખાતે શિક્ષણ ભવન હોલમાં તાલુકા તેમજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી વિરોધી આક્રોશ સભા તેમજ ભવ્ય રેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અમિતભાઈ ચાવડા (પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા ખેડા સંસદીય મતવિસ્તારના પ્રભારી, ધારાસભ્ય આંકલાવ), ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ, પ્રશાંતભાઈ પટેલ, સુધાબેન ચૌહાણ (પ્રમુખ જિલ્લા કોંગ્રેસ સમિતિ), કરીમભાઇ મલેક (ઉપપ્રમુખ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ, પ્રમુખ મધ્ય ગુજરાત લઘુમતી કમિટી) ખેડા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઇ ઝાલા,સંજયભાઈ પટેલ,ગૌતમભાઈ ચૌહાણ,ચંદ્રશેખરસિંહ ડાભી,અલ્પેશભાઈ ડાભી,જુવાનસિંહ ચૌહાણ, રામસિંહ ઝાલા,સુધાબેન ચૌહાણ,વગેરે હાજર રહ્યા હતા.શાકભાજીના હાર, પોસ્ટરો, બેનરો, ઝંડા સાથે મોટી સંખ્યામાં શિક્ષક ભવનથી લઈને વિરોલ દરવાજા, મુખ્ય બજાર, નડીયાદી દરવાજા થઈને મોંઘવારીની વિરૂદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે તેમજ ઢોલ-નગારા સાથે  રેલી કાઢવામાં આવી હતી તેમજ મહેમદાવાદ મામલતદાર કચેરી ખાતે મામલતદારને મોંધવારી વિરૂદ્ધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

IMG-20220520-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *