Gujarat

મહેસાણાના ઉનાવામાં લગ્નનું આમત્રણ આપવા આવેલ બે ભાઈઓએ ભાભીને મારમાર્યોર્

મહેસાણા
મહેસાણાના ઊંઝા તાલુકાના ઉનાવા ખાતે બ્રાહ્મણ વાડી પાસે રહેતાં ફરિયાદી ગીતાબેન રાવળ પોતાના ઘરે હાજર હતાં. એ દરમિયાન પતિના કુટુંબી ભાઈઓ રાવળ જીવરામ અને તેનો મિત્ર સંજય રાવળ ફરિયાદીના ઘરે દીકરીના લગ્નમાં આવવા માટે આમંત્રણ આપવા આવ્યા હતા. જ્યાં મહિલાએ આમંત્રણ આપવા આવેલા કુટુંબી ભાઈને “આપણા બંન્નેના કુટુંબમાં મનમેળ નથી અમે લગ્નમાં નહિ આવીએ” તેમ કહ્યું હતું. આ સાંભળી આમંત્રણ આપવા આવેલા બંન્ને ઈસમો ઉશ્કેરાઈ જઇને મહિલા સાથે ગાળાગાળી કરવા લાગ્યા હતા. બાદમાં ઇસમોએ મહિલાને ગડદાપાટુનો માર માર્યો હતો. બાદમાં લોકો ભેગા થઈ જતા કુટુંબીભાઈ અને તેનો મિત્ર મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બાદમાં મહિલાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. સમગ્ર મામલે ઘાયલ થયેલી મહિલાએ ઉનાવા પોલીસ મથકમાં જીવરામ કરશન રાવળ અને સંજય કરશન રાવળ સામે ફરિયાદ નોંધાવી હતી.ઊંઝા તાલુકામાં આવેલા ઉનાવા ખાતે એક પરિણીતા પર પતિના કુટુંબી ભાઈઓએ લગ્નમાં આવવા મામલે બોલાચાલી કર્યા બાદ મહિલાને માર માર્યો હતો. મહિલાએ કુટુંબી ભાઈઓને “આપણા કુટુંબમાં મનમેળ નથી જેથી અમે નહિ આવીએ” કહેતા આમંત્રણ આપવા આવેલા કુટુંબી ભાઈઓએ મહિલાને માર માર્યો હતો.

Neighboring-fathers-and-sons-took-sticks-and-broke.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *