Gujarat

મહેસાણામાં વિશ્વકર્માવાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ રોકડ ભરેલું પર્સની ઉઠાવિ ગયો

મહેસાણા
મહેસાણા શહેરમાં આવેલા વિશ્વ કર્મા વાડી ખાતે લગ્ન પ્રસંગ દરમિયાન એક ટેણીયાએ લોકોની નજર ચૂકવી પૈસા ભરેલા પર્સની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઈ છે. ત્યારે આ કેસમાં હાલમાં અજાણ્યા શખ્સ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. શહેરમાં મનમોહન સોસાયટી રહેતા જયદીપ કુમાર વ્યાસની દીકરીના લગ્ન પ્રસંગ હોવાથી તેઓએ સમગ્ર પ્રસંગ શહેરમાં આવેલી વિશ્વકર્મા વાડીમાં યોજવાનું આયોજન કર્યું હતું. જ્યાં તમામ મહેમાનો પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એક અજાણ્યો ટેણીયો પણ લગ્નમાં સામેલ થયો હતો.
વિશ્વકર્મા વાડીમાં યોજવામાં આવેલ લગ્ન પ્રસંગ દરમિયાન યુવતીના પિતાની પાસે બ્લુ કલરના પર્સમાં ૧.૫૦ લાખ રૂપિયા રોકડા હતા. ત્યારે ૧૧ કલાકે લગ્નની વિધિઓ ચાલુ હતી એ દરમિયાન ફરિયાદીને તરસ લાગતા તેઓ મંડપની બાજુમાં પાણી પીતા હતા. એ દરમિયાન પોતાની પાસે પૈસા ભરેલ પર્સ બાજુની ખુરશીમાં મૂક્યું હતું, જે બાદમાં ત્યાં આગળ એક લાલ કલરના શર્ટ પેરી અજાણ્યો કોઈ ટેણીયાએ હોલમાં ઘુસી આવી ખુરસીમાં પડેલા પર્સને ઉઠાવી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે ફરિયાદીએ પર્સ ચોરી અંગે પરિવારને જાણ કરતા પરિવાર જનોએ આસપાસના વિસ્તારોમાં અને હોલમાં તપાસ કરી હતી અને ઝ્રઝ્ર્‌ફ ચેક કર્યા હતા. જેમાં કોઈ બાળક આ પર્સ ચોરી ફરાર થઇ ગયો હોવાનું જાેવા મળ્યું હતું. જેથી સમગ્ર મમાલે હાલમાં મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

File-01-Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *