Gujarat

મહેસાણા અને પાટણ જિલ્લાના માર્કેટ યાર્ડમાં તોલ માપ વિભાગના દરોડા, ૨૦ સામે કાર્યવાહી

મહેસાણ
મહેસાણાના બહુમાળી ભવનમાં આવેલા જિલ્લા તોલ માપ વિભાગે મહેસાણા અને પાટણ જિલ્લાના અલગ-અલગ તાલુકામાં આવેલા માર્કેટયાર્ડમાં દરોડા પાડી વજન કાંટા તેમજ ઇલેક્ટ્રોનિક કાંટાની ચકાસણી કરી હતી. જેમાં ગોલમાલ કરતાં ૨૦ વેપારી સામે તોલ માપ વિભાગે દંડાત્મક કાર્યવાહી કરી છે. તોલમાપ વિભાગે વિસનગર, સતલાસણા, પાટણ, મહેસાણા અને સિદ્ધપુર માર્કેટયાર્ડમાં ખાસ ઝુંબેશ હાથ ધરી હતી. જેમાં તોલમાપ વિભાગના મદદનીશ નિયત્રંક એસ.વી પટેલ અને ઇન્સ્પેક્ટર પ્રિયક ચૌધરી, વિકાસ ચૌધરી, સંજય ચૌધરીની ટીમે પાટણના સિદ્ધપુર, મહેસાણાના સતલાસણા, વિસનગરમાં આવેલા માર્કેટયાર્ડમાં સવારે તપાસ આદરી હતી. જેમાં કુલ ૬૦ વેપારીઓને ત્યાં તપાસ કરાઈ હતી. મહેસાણા તોલમાપ વિભાગના તપાસમાં માર્કેટયાર્ડના આવેલા વેપારીઓને ત્યાં વજન કાંટા, ઇલેક્ટ્રોનિક બેલેન્સની ચકાસણી કરી હતી. જેમાં ૨૦ વેપારીના કાંટા પ્રામાણિક ન હોવાથી આ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *